રિપોર્ટ@દેશ: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘર ખાલી કરશે
પાર્ટીએ કહ્યું- લ્યુટિયન્સ દિલ્હીમાં ઘર ફાઇનલ થયું છે, તે પાર્ટી હેડક્વાર્ટરની નજીક જ છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અરવિંદ કેજરીવાલે CM રાજીનામું આપી દિધું છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે નવી દિલ્હીના મંડી હાઉસ વિસ્તારમાં આવેલા ઘરને ફાઈનલ કરવામાં આવ્યું છે. તેઓ ટૂંક સમયમાં સિવિલ લાઇન્સમાં ફ્લેગસ્ટાફ રોડ પરના મુખ્યમંત્રીનું નિવાસસ્થાન ખાલી કરશે. આમ આદમી પાર્ટી એ બુધવારે આ જાણકારી આપી હતી.
પાર્ટીએ કહ્યું કે કેજરીવાલ મંડી હાઉસ પાસે ફિરોઝ શાહ રોડ પર AAP રાજ્યસભાના સાંસદોને ફાળવવામાં આવેલા બે બંગલામાંથી એકમાં રહેવા જઈ શકે છે. બંગલા પાર્ટી હેડક્વાર્ટરથી થોડે જ દૂર છે.
કેજરીવાલે આ મહિનાની શરૂઆતમાં દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી, પાર્ટીએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી કે રાષ્ટ્રીય પાર્ટીના વડા તરીકે કેજરીવાલને આવાસ આપવામાં આવે. જોકે, દિલ્હીમાં ધારાસભ્યોને સરકારી આવાસ ફાળવવામાં આવતા નથી. કેજરીવાલ પણ હવે માત્ર નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે.