દુ:ખદ@હરિયાણા: પૂર્વ મુખ્યમંત્રી અને INLD સુપ્રીમો ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન

તેઓ 89 વર્ષના હતા. શુક્રવારે તેઓ ગુરુગ્રામ સ્થિત પોતાના ઘરે હતા. તેમને હાર્ટ એટેક આવ્યો.
 
દુ:ખદ@હરિયાણા: પૂર્વ મુખ્યમંત્રી અને INLD સુપ્રીમો ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને INLD સુપ્રીમો ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે. તેમની ઉંમર 89 વર્ષ હતી. આજે તેઓ ગુરુગ્રામ સ્થિત પોતાના ઘરે હતા. તેમને હાર્ટ એટેક આવ્યો.

તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બપોરે 12 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. ચૌટાલા 5 વખત હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

આજે સાંજ સુધીમાં, તેમના પાર્થિવ દેહને સિરસામાં તેમના વતન ગામ ચૌટાલા લાવવામાં આવશે. જ્યાં તેમને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ ગામમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.