રિપોર્ટ@દેશ: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા છે.
 
રિપોર્ટ@દેશ: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે, 'આશ્ચર્યજનક છે કે આટલો નબળો શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા માણસને વડાપ્રધાન કેવી રીતે બનાવવામાં આવ્યો.'

ભાજપના નેતા અમિત માલવિયાએ બુધવારે તેમના X હેન્ડલ પર ઐયરના ઇન્ટરવ્યૂનો વીડિયો શેર કર્યો. આમાં તેઓ કહી રહ્યા છે કે, જ્યારે રાજીવ વડાપ્રધાન બન્યા, ત્યારે મને લાગ્યું કે તેઓ એરલાઇન પાઇલટ છે. તેઓ બે વાર નિષ્ફળ ગયા છે, આવી વ્યક્તિ પ્રધાનમંત્રી કેવી રીતે બની શકે?

મણિશંકરના નિવેદન પર કોંગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું, હું કોઈપણ હતાશ વ્યક્તિ પર ટિપ્પણી કરવા માંગતો નથી. હું રાજીવ ગાંધીને જાણતો હતો, તેમણે દેશને આધુનિક દ્રષ્ટિ આપી હતી.