હીટવેવ@દેશ: રાજધાનીથી બિહાર સુધી લૂ ના કહેર વચ્ચે જાણો કયારે થશે વરસાદ ?
અટલ સમાચાર, ડેસ્ક
લોકો ગરમીથી બચવા પહાડો તરફ જઈ રહ્યા છે. પરંતુ ત્યાં પણ તાપમાન 30 ડિગ્રીથી વધુ છે. શનિવારે શિમલામાં મહત્તમ તાપમાન 30.6 ડિગ્રી નોંધાયું હતું. ઉલ્લેખનીય છે વર્ષ 2019 પછીથી, શિમલામાં આટલું ઉંચુ તાપમાન જોવા મળી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં ગરમીના કારણે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં તાપમાન 45થી 46 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીને જોતા હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના મોટા ભાગોમાં 19 જૂન સુધી હીટવેવની ચેતવણી જાહેર કરી છે. જોકે રાજ્ય પહેલાથી જ સામાન્ય તાપમાનનો અનુભવ કરી રહ્યું છે. પરંતુ, આવતા બુધવારે તીવ્ર હિટવેવનો સામનો કરવો પડી શકે છે.
હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં અને હરિયાણા-ચંદીગઢ, દિલ્હી, પંજાબ, બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં તીવ્ર હીટવેવની આગાહી કરી છે. જ્યારે હિમાલચ પ્રદેશ, જમ્મુ સંભાગ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પૂર્વ એમપી અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં લૂ લાગવાની સંભાવના વ્યક્ત કરી છે. દેશના ઉત્તરી રાજયોમાં લોકો તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે. તો દિલ્હીથી લઈને બિહાર સુધી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે, હવે વરસાદ ક્યારે આવશે. જેને લઈને હવામાન વિભાગે(IMD) અમુક રાજ્યો માટે હિટવેવનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, અસમ, મેઘાલયના અલગ-અલગ વિસ્તારોમાં 15 અને 16 જૂનના ભારે વરસાદ થઈ શકે છે. ત્યારે સિક્કીમ અને પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ તમામ રાજ્યોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ અને ઉત્તરાખંડમાં હીટવેવથી ગંભીર હીટવેવની સ્થિતિ યથાવત રહી શકે છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ ડિવિઝન, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તર છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં હિટવેવની સ્થિતિ યથાવત રહી શકે છે. મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ભાગોમાં રાત્રિનું હવામાન ગરમ રહેવાની શક્યતા છે.