રીપોર્ટ@દેશ: પાકિસ્તાન પર ચીનની સ્ટ્રાઈક, ચીને આપી ધમકી, જાણો સમગ્ર અહેવાલ

દ્ગારા પૈસાની ચૂકવણીમાં વિલંબ થવાને કારણે પાકિસ્તાન અને ચીન વચ્ચેના તમામ સંબંધોમાં ખટાશ આવી શકે છે. 
 
ચીનના રાષ્ટ્રપતિએ સૈનિકોને ”યુદ્ધની તૈયારી કરવા અને હાઈ એલર્ટ પર રહેવા કહ્યુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચીનના પૈસા ચૂકવણીમાં વિલંબ થતા પાકિસ્તાન માટે મોટી સમસ્યા બની ગઈ છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)ને અસર થઈ રહી છે. મીડિયા એહવાલ પ્રમાણે ચાઇનીઝ માઇનિંગ ઓપરેશન કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, ફેડરલ સરકાર દ્ગારા ચૂકવણી ન કરવાને કારણે તેને ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી હતી 

પાકિસ્તાન પર $60 મિલિયનનું દેવું

પાકિસ્તાન કોર્પોરેશન પર 60 મિલિયન ડોલરનું દેવું છે. આ કંપની પાકિસ્તાનના કોલસા આધારિત પાવર પ્લાન્ટને કોલસો પૂરો પાડે છે. ચાઇના મશીનરી એન્જિનિયરિંગ કોર્પોરેશન (CMEC) નામની કંપની પાકિસ્તાન પાવર પ્લાન્ટ્સને કોલસો સપ્લાય કરે છે જે સરેરાશ 1360 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. જો આ મુદ્દો ઉકેલાય નહીં તો આવતા મહિને સપ્લાય અડધી કરી દેવાની CMECએ પાકિસ્તાનને ધમકી આપી છે.

પાકિસ્તાનમાં કોલસાની અછત

CMECના જણાવ્યા અનુસાર ગયા વર્ષના મે મહિનાથી પેમેન્ટ કરવામાં આવ્યું નથી. આના પરિણામે પાકિસ્તાનને સ્થાનિક અનામતનો ઉપયોગ કરવાને બદલે કોલસાની આયાત કરવાની ફરજ પડશે. પાકિસ્તાન પાસે આગામી ચાર મહિના ચાલી શકે તેટલો જ કોલસો બચ્યો છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી ભારત આવશે

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી, આવતા મહિને ભારતની મુલાકાતે આવશે. તેઓ ગોવામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. અત્રે ઉલ્લેખનીય છે કે, SCOની બેઠક 4 અને 5 મેના રોજ ગોવામાં યોજાશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, જાન્યુઆરીમાં ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રીને SCO બેઠકમાં આમંત્રણ આપ્યું હતું. ઈસ્લામાબાદને ભારતના હાઈ કમિશન તરફથી ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે આમંત્રણ મોકલ્યું હતુ.

પાકિસ્તાન શાંતિનો સંદેશ આપવા માંગે છે?

પાકિસ્તાનના મીડિયામાં પ્રકાશીત થયેલા અહેવાલ અનુસાર SCO પાકિસ્તાન માટે એક મોટું પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું કે બિલાવલ દ્વિપક્ષીય વાટાઘાટો માટે નહીં પણ SCO બેઠકમાં ભાગ લેવા વિદેશ મંત્રીની ક્ષમતામાં ભારત જઈ રહ્યા છે. પાકિસ્તાને 5 ઓગસ્ટ 2019 પછી ભારત સાથે વાતચીત માટે કેટલીક શરતો મૂકી છે અને તે હજુ પણ તેના પર અડગ છે, તેથી દ્વિપક્ષીય વાતચીતનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે ભારતે તેમના પર કોઈ પગલું ભર્યું નથી