રમત@ક્રિકેટ: બંને વનડે વર્લ્ડ રેકોર્ડ; 53 બોલમાં 204 રન બનાવ્યા, ઇનિંગમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મંગળવારે દોહામાં ક્રિકેટ ઇતિહાસ બદલી નાખ્યો.ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં ઇન્ડિયા-એ તરફથી UAE સામે રમતા વૈભવે માત્ર 53 બોલમાં 204 રન ફટકાર્યા. તેની ઇનિંગમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ હતા. તેનો સ્ટ્રાઇક રેટ 385 રહ્યો.
વૈભવે પહેલા ઓવરથી જ તોફાન મચાવ્યું હતું. પહેલા ઓવરમાં જ તેણે સતત 3 બોલ પર 3 છગ્ગા ફટકાર્યા. તેણે માત્ર 16 બોલમાં અડધી સદી પૂરી કરી.ત્યારબાદ તેણે માત્ર 28 બોલમાં સદી ફટકારીને લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર-મેકગર્કના નામે હતો, જેમણે 29 બોલમાં સદી ફટકારી હતી.વૈભવ અહીં જ અટક્યો નહીં.
તેણે 40 બોલમાં 150 રન પૂરા કર્યા અને 52 બોલમાં બેવડી સદી ફટકારી દીધી. આ પણ લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદીનો વર્લ્ડ રેકોર્ડ છે.UAEએ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 249 રન બનાવ્યા હતા. જવાબમાં ઇન્ડિયા-એ એ 250 રનનો ટાર્ગેટ માત્ર 14.2 ઓવરમાં 3 વિકેટે પૂરો કરીને 7 વિકેટ જીત મેળવી.

