વેપાર@દેશ: સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો એક જ ક્લિકે

 
Gold Price Today

અટલ સમાચાર, ડેસ્ક

સપ્તાહની બીજા કારોબારી દિવસે પણ સતત સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આ ઘટાડો કાયમ રહ્યો તો ચાંદી હજુ પણ 73,000ના સ્તરની નીચે જતું રહે તેવી શક્યતાઓ હાલ દર્શાઈ રહી છે.આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.19 ટકાના ઘટાડા સાથે 60,912 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ જૂલાઈના વાયદાનું ચાંદી 0.38 ટકાના ઘટાડા સાથે 73,123 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. 

સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં મહત્વનું છે કે નવા આર્થિક વર્ષમાં સોનાએ સોનાએ છેલ્લા 4 મહિનાની અંદર બે વાર નવી નવી રેકોર્ડ સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ મત 61,552 રુપિયાના સ્તરે બનાવી છે. આજે સવારે 10.40 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.19 ટકાના ઘટાડા સાથે 60,912 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ જૂલાઈના વાયદાનું ચાંદી 0.38 ટકાના ઘટાડા સાથે 73,123 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ સતત દોઢ-બે મહિને સોનું નવી નવી રેકોર્ડ કિંમતની સપાટી બનાવી રહ્યું છે. તેવામાં આજે એટલે કે 5 મે 2023ના રોજ સોના ફરી અસામાન્ય રીતે ઉછળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી છે. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું 61,552 રુપિયા પર ટ્રેડ થયું હતું.

 

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.