ખુશખબરઃ ભારત માટે રાહતભર્યા સમાચાર, કોવિશીલ્ડ અને કોવેક્સીનને 110 દેશોએ માન્યતા આપી
file photo
અગાઉ 10 નવેમ્બરે કોવેક્સીન અને કોવિશીલ્ડને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ પ્રાપ્ત થઈ હતી

અટલ સમાચાર, ડેસ્ક

ભારત માટે રાહતભર્યા સમાચાર છે, જ્યાં દુનિયાભરના 110 દેશોએ કોવિશીલ્ડ અને કોવેક્સીનને માન્યતા આપી દીધી છે. અગાઉ 10 નવેમ્બરે કોવેક્સીન અને કોવિશીલ્ડને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ પ્રાપ્ત થઈ હતી. જ્યારે બીજી તરફ દેશમાં યુદ્ધસ્તરે રસીકરણ અભિયાન ચાલુ છે, જ્યાં ગુરુવારે રસીકરણ કવરેજ 115 કરોડને પાર પહોંચી ગયું છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતમાં કોરોના રસીકરણ કવરેજ 115,14,76,793 થઈ ગયું છે. ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધી 65,45,982 વેક્સીનના ડોઝ આપી દેવાયા હતા. જ્યારે કોરોના કેસની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં 11919 નવા મામલા સામે આવ્યા. જે બાદથી એક્ટિવ કેસની સંખ્યા 1,28,762 થઈ ગયા છે, જે માર્ચ 2020 બાદ સૌથી ઓછા છે. આ ઉપરાંત પાછલા 24 કલાકમાં 11242 લોકો રિકવર થયા છે, એવામાં કુલ રિકવરી આંકડો 3,38,85,132 થઈ ગયો છે. સાથે જ રિકવરી રેટ 98.28 ટકા છે, જે માર્ચ 2020 બાદ સૌથી વધુ છે.


હાલમાં જ ભારતીય પ્રાધિકરણે જાયડસ કેડિલાની વેક્સીનને મંજૂરી આપી હતી. જે બાદ ભારત સરકારે તેના 1 કરોડ ડોઝના ઓર્ડર આપ્યા, જે 18 વર્ષથી વધુના લોકોને લગાવવામાં આવશે. સૂત્રો મુજબ સપ્ટેમ્બરથી કંપની આ વેક્સીનની સપ્લાઈ શરૂ કરી દેશે. જે બાદ રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત આ રસી લોકોને લગાવવામાં આવશે. આમ તો આ વેક્સીનને 12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી મળી ગઈ છે, પરંતુ હજી સરકારે માત્ર વયસ્કોને લગાવવાનો જ ફેસલો લીધો છે. ઘણાં રાજ્યો એવાં છે, જ્યાં રસીકરણની ગતિ બહુ વધુ ધીમી છે. કેટલાક દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં એવા રાજ્યોના મુખ્યમંત્રીઓને સામેલ કરવામાં આવ્યા જ્યાં સૌથી ઓછા આંકડા છે. આ બેઠકમાં જિલ્લાધિકારી પણ સામેલ હતા, જેમાં પીએમ તરફથી શક્ય તમામ મદદ કરવાનો ભરોસો આપવામાં આવ્યો.