બ્રેકિંગ@દેશ: દિવાળી પહેલા પશુ પાલકોને સરકારની ભેટ, મોલોસીસ પરનો GST ઘટાડ્યો

 
Farmer

અટલ સમાચાર, ડેસ્ક

દિવાળી અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને ઘણી ભેટ આપવામાં આવી છે. ત્યારે પશુપાલકોને પણ કેન્દ્ર સરકારે જીએસટી ઘટાડીને ભેટ આપી હોય તેવું સામે આવ્યું છે. પશુઓને અપાતા દાણમાં વપરાતા મોલાસીસ પરના 28 ટકા જેટલા જીએસટીને ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જેથી પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશભાઈએ કહ્યું કે, પશુપાલકો માટે ખુશી ના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે પશુપાલકો માટે દિવાળી ભેટ સમાન રાહત આપી છે. ગુજરાતના ખેડૂતો માટે ભારત સરકારની દિવાળીની ભેટ સમાન આ નિર્ણય છે. પશુપાલકોના ગાય ભેંસના આહાર માટેના પશુ સમતોલદાણમાં વપરાતા મોલાસીસ ઉપર GST 28 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. જેને અમે વધાવીએ છીએ. પશુપાલકોને આ નિર્ણયથી ખૂબ જ રાહત થશે.

ગુજરાતની સહકારી સંઘો વાર્ષિક 29 લાખ ટન પશુ આહાર ઉત્પાદન કરે છે. મોલાસીસનો 3 લાખ ટનનો વપરાશ થાય છે. ભારત સરકારે મોલાસીસ પરથી GST ઘટાડતા દૂધ સંઘોને પ્રતિ તને 400 રૂપિયાનો ફાયદો થયો છે. પશુપાલકોને વર્ષે 100 કરોડની રાહત થવાની છે. જેથી પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.