IPL@દેશ: મુંબઈને હરાવી ગુજરાત ટાઈટન્સ પહોંચી ફાઇનલમાં, આ ખેલાડીની સદીએ કર્યો કમાલ
ગુજરાત ટાઇટન્સે ફરી એકવાર IPLની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
May 27, 2023, 09:32 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની વર્તમાન ચેમ્પિયન ટીમે ક્વોલિફાયર-2માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને એકતરફી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
શુભમન ગિલની રેકોર્ડ સદી અને પછી મોહિત શર્મા અને રાશિદ ખાનની શાનદાર બોલિંગના આધારે ગુજરાતે 62 રનથી આશ્ચર્યજનક જીત નોંધાવી હતી.આ સિઝનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચેનો આ બીજો મુકાબલો હતો અને તેનું પરિણામ ગત મેચ જેવું જ રહ્યું હતું. ત્યારે ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 200થી વધુ રન બનાવ્યા હતા અને મુંબઈને 160 રન પહેલા જ રોકી દીધું હતું. આ વખતે પણ ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને 233 રનનો મોટો સ્કોર બનાવતાં મુંબઈને માત્ર 171 રનમાં જ ધ્વસ્ત કરી દીધું હતું.