IPL@દેશ: IPL 2023ની ફાઇનલમાં ધોની પર મુકાઇ શકે છે પ્રતિબંધ ? જાણો શું છે કારણ

ગુજરાત સામેની ક્વોલિફાયરમાં ધોનીએ શું કર્યું, જેના પર વિવાદ થઈ રહ્યો છે. 

 
IPL@દેશ: IPL 2023ની  ફાઇનલમાં ધોની પર મુકાઇ શકે છે પ્રતિબંધ ? જાણો શું છે કારણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

 કેપ્ટન કુલ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મંગળવારે ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઈટન્સને હરાવીને આઈપીએલ 2023ની ફાઈનલ માટે પોતાની ટિકિટ ફાઇનલ કરી દીધી હતી. પરંતુ, ધોનીએ આ મેચમાં એવું કામ કર્યું હતું, જેના પછી તેના પર સવાલો ઉઠી રહ્યા છે અને તેને ફાઈનલમાંથી પણ બહાર થવાનો ખતરો હતો. આખરે ગુજરાત સામેની ક્વોલિફાયરમાં ધોનીએ શું કર્યું, જેના પર વિવાદ થઈ રહ્યો છે. ચાલો જાણીએ. IPLની પ્લેઈંગ કંડીશન આ નિયમ વિશે શું કહે છે? અને શું અસર થઈ શકે છે.

શું છે વિવાદ?

ટીમના ફાસ્ટ બોલર મથિશા પથિરાનાનાં કારણે CSK ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને વિવાદના કેન્દ્રમાં છે. ગુજરાત સામે ક્વોલિફાયર-1માં પથિરાના તેની ઈજાના કારણે 8 મિનિટથી વધુ સમય માટે મેદાનની બહાર રહ્યો હતો. ત્યાર પછી જ્યારે તે મેદાનમાં પાછો ફર્યો ત્યારે ધોનીએ તરત જ બીજી ઓવર માટે બોલ તેને સોંપી દીધો.

ગુજરાતની ઇનિંગની 16મી ઓવરમાં આ ઘટના બની હતી. પથિરાના મેદાન બહાર ગયા પછી પાછા આવીને સીધા તેના સ્પેલની બીજી ઓવર નાખવા આવ્યો હતો. બસ, આ ઘટનાને લઈને જ વિવાદ શરૂ થયો. આ દરમિયાન ધોની અને અમ્પાયર વચ્ચે ઘણી મિનિટો સુધી ચર્ચા થઈ અને મેચ રોકી દેવામાં આવી હતી. અને ત્યાર પછી છેક પથિરાનાએ ઇનિંગની 16મી ઓવર નાખી. ભલે ધોનીની ચાલ સફળ રહી. પરંતુ, ઘણા પૂર્વ દિગ્ગજોએ ધોનીની સાથે અમ્પાયરની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા.

IPLની પ્લેઈંગ કંડીશન શું કહે છે?

આઈપીએલની પ્લેઈંગ કંડીશન મુજબ, જે ખેલાડી આંતરિક ઈજાની સારવાર માટે મેદાન છોડે  અથવા અન્ય કોઈ કારણસર 8 મિનિટથી વધુ સમય માટે બહાર જાય તેને પરત ફરતી વખતે બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવે તે પહેલા  મેદાનમાં એટલા જ સામે માટે હાજર રહેવું જરૂરી છે.ગુજરાતની ઈનિંગની 12મી ઓવર ફેંક્યા બાદ મથિશા પથિરા સારવાર માટે મેદાનની બહાર ગયો હતો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે ધોનીએ તેને 16 મી ઓવર ફેંકવાનું કહ્યું હતું. એ સમયે ગુજરાતે 6 વિકેટ ગુમાવીને 102 રન બનાવ્યા હતા અને ગુજરાતને 71 રનની જરૂર હતી.
અમ્પાયરે પથિરાનાને બોલિંગ કરતા રોક્યા હતા

ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફિલ્ડ સેટ કરી રહ્યો હતો. તેણે જોયું કે અમ્પાયર અનિલ ચૌધરી મથિશા પથિરાના સાથે વાત કરી રહ્યા હતા. આ પછી ધોની સ્ક્વેર લેગ પર ઊભેલા અમ્પાયર ક્રિસ ગેફની પાસે ગયો હતો અને પૂછ્યું હતું કે અમ્પાયર તેના બોલર સાથે શું વાત કરી રહ્યા છે. આ દરમિયાન, કોમેન્ટેટર્સે કહ્યું કે પથિરાના લગભગ 9 મિનિટ માટે મેદાનની બહાર હતો, તેથી ચર્ચા ચાલી રહી હતી કે પથિરાના બોલિંગ કરી શકે છે કે નહીં.ધોનીએ જાણી જોઈને સમય બગાડ્યો?

રિપોર્ટ અનુસાર, ધોનીને મેચ અધિકારીઓ અને અમ્પાયરે જાણ કરી હતી કે નિયમો અનુસાર પથિરાનાને બોલિંગ કરતા પહેલા થોડો સમય રાહ જોવી પડશે. જોકે, ધોનીએ દલીલ કરી હતી કે તેની પાસે પથિરાનાને બોલિંગ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. કારણ કે દીપક ચહર, રવિન્દ્ર જાડેજા અને મહિષ તિક્ષણાએ પોતાના ક્વોટાની 4 ઓવર ફેંકી છે. ત્યાર પછી આ વાતચીત દરમિયાન મેચ અટકાવી દેવામાં આવી હતી અને 4-5 મિનિટ પસાર થઈ ગઈ હતી. આ પછી પથિરાનાને બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને ધોનીનું કામ થઈ ગયું. તેણે બીજી ઓવરમાં 13 રન આપ્યા અને પછીની ઓવરમાં વિજય શંકરને આઉટ કર્યો હતો.