ગુનો@મુંબઈ: ગર્લફ્રેન્ડની બાથટબમાં ડુબાડીને હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ફેંકી દીધો

ગુજરાતમાં વલસાડ પાસે લાવીને અવાવરુ જગ્યાએ ફેંકી દીધો
 
ગુનો@મુંબઈ: ગર્લફ્રેન્ડની બાથટબમાં ડુબાડીને હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ફેંકી દીધો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

 મુંબઈમાં ગ્રાફીક ડિઝાઈનો તેની 28 વર્ષની ગર્લફ્રેન્ડની બાથટબમાં ડુબાડીને હત્યા કર્યા બાદ તેના મૃતદેહને સ્કુટર પર 150 કીમી સુધી ગુજરાતમાં વલસાડ પાસે લાવીને અવાવરુ જગ્યાએ ફેંકી દીધો હતો એટલું જ નહી.આ હત્યામાં ગ્રાફીક ડિઝાઈનરની પત્ની પણ સામેલ હતી અને તેણેજ મૃતદેહને પકડીને સ્કુટર પર પતિ સાથે મુસાફરી કરી હતી અને સ્કુટર પર તેની બે વર્ષની બાળકીને પણ સાથે લાવી હતી.

પોલીસ આ બારામાં વસઈની મનોહર શુકલા નામના 38 વર્ષના ગ્રાફીક ડિઝાઈનરની ધરપકડ કરી છે. મૃતક લાંબા સમય સુધી ગુમ રહેતા તેની બહેને પોલીસમાં ફરિયાદ કરી હતી તેના પરથી તપાસ શરૂ થતા આ કિસ્સો બહાર આવ્યો હતો. મનોહરે કબુલ કર્યુ કે તેણે ગર્લફ્રેન્ડ નૈનાની હત્યા કરી છે
જે એક હેર સ્ટાઈલીસ્ટ હતી. 2019માં તેઓના સંબંધો હતા જે બાદમાં બગડતા મૃતક યુવતીએ તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ ગાળામાં મહેશએ પૂર્ણિમા સાથે લગ્ન કરી લેતા વિવાદ વધ્યો હતો અને બંને વચ્ચે સમાધાન માટે મૃતકને બોલાવીને પછી ફલેટમાં તેને બાથટબમાં ડુબાડી દીધી હતી.