ક્રાઈમ@હૈદ્રાબાદ: એકસ્ટ્રા રાયતા મામલે બોલાચાલી થતા હોટેલના કર્મીએ ગ્રાહકની હત્યા

પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 
 
ક્રાઈમ@હૈદ્રાબાદ: એકસ્ટ્રા રાયતા મામલે બોલાચાલી થતા હોટેલના કર્મીએ ગ્રાહકની હત્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

હોટેલના કર્મચારીઓએ ગ્રાહકની મારી મારીને હત્યા કરી નાખી હતી. આ અંગેની વિગત એવી છે કે, અહીંના પંજાગુટ્ટા એકસ રોડ પર મેરિડિયન હોટેલમાં બિરયાની ખાવા ગયેલા એક ગ્રાહકે એકસ્ટ્રા રાયતા માંગ્યું હતું. જેને લઈને ગ્રાહક અને હોટેલના કર્મચારીઓ ઉચ્ચ ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. બાદમાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગ્રાહકે હોટેલના કર્મચારી સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે કસ્ટમરને વધુ ઈજા તો નહોતી થઈ પણ તેને ઉલ્ટી થવા લાગી હતી. અને તે પોલીસ સ્ટેશનમાં જ પડી ગયો હતો. બાદમાં તેને હોસ્પિટલે દાખલ કરાતા ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પરિવારનો આરોપ છે કે તેને હોસ્પિટલે લઈ જવામાં મોડું થયું હતું. પોલીસે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મૃત્યુનું ખરું કારણ બહાર આવશે.