ચૂંટણી@દેશ: અરુણાચલમાં ભાજપે 44 બેઠક પર જીત થઇ, કોંગ્રેસનું ખાતું ખૂલ્યું

ભાજપે 44 બેઠક જીતી

 
ચૂંટણી@દેશ: અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ભાજપની સરકાર, કેટલી  સીટો  પર જીત થઇ ? 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવશે. બંને રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. સિક્કિમમાં ટ્રેન્ડમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચાને બહુમતી મળી ગઈ છે. અરુણાચલ પ્રદેશમાં ભાજપ આગળ છે. અરુણાચલ અને સિક્કિમ વિધાનસભા માટે 19 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું.

SKMનું લોકસભા ચૂંટણીમાં NDA સાથે ગઠબંધન છે, પરંતુ વિધાનસભા ચૂંટણી તેણે એકલા હાથે લડી હતી.

અરુણાચલમાં 60 અને સિક્કિમમાં 32 વિધાનસભા સીટો છે. અરુણાચલ પ્રદેશમાં ભાજપે 44 બેઠકો જીતી છે, જ્યારે 2 બેઠકો પર લીડ મેળવી છે. પાર્ટીએ આમાંથી 10 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. નેશનલ પીપલ્સ પાર્ટીએ 5 સીટો જીતી છે. પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલને 2 સીટો મળી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ 1 બેઠક જીતી છે અને 2 પર આગળ છે. અપક્ષોએ 3 બેઠક જીતી છે.

સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ 26 બેઠક જીતી છે. તેઓ 5 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)એ 1 બેઠક જીતી છે.