વેપાર@દેશ: આ મલ્ટીબેગર શેર ફરીથી તિજોરી છલકાવવા તૈયાર,આ શેર કેટલી કમાણી કરાવશે

જેમાં ઓછા સમયમાં જબરદસ્ત તેજી જોવા મળે
 
વેપાર@દેશ: આ મલ્ટીબેગર શેર ફરીથી તિજોરી છલકાવવા તૈયાર,આ શેર કેટલી કમાણી કરાવશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શેરબજારમાં મંદી અને તેજી આવતી હોય છે.અમુક સમય વધારે શેર ઊંચા જાય તો,અમુક સમય સાવ નીચા સ્તરે આવી જતા હોય છે.રોકાણકારો હંમેશા એવા શેરની શોધમાં રહે છે. જેમાં ઓછા સમયમાં જબરદસ્ત તેજી જોવા મળે. બહુ જ ઓછા સમયમાં મોટું વળતર આપનારા શેરને સામાન્ય રીતે મલ્ટીબેગર શેર કહેવામાં આવે છે. હોટલ ઈન્ડસ્ટ્રીમાં પણ એક એવો જ શેર છે. જેણે ગત કેટલાક વર્ષોમાં રોકાણકારોને છપ્પરફાડ કમાણી કરાવી છે. આ શેર Lemon Tree Hotelsનો છે. 

21 મે 2020 ના રોજ કોઈ રોકાણકારે Lemon Tree Hotelsના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને આજ સૂધી રોકાણ કાયમ રાખ્યું હોત તો તેના 1 લાખનું રોકાણ આજે 8 લાખ રૂપિયા થઇ ગયું હોત .મે 2020માં લગભગ 12.80રૂપિયા પર ટ્રેડ કરનાર શેર આજે 107 રૂપિયા પ્રતિ શેરની નજીક પહોચી ગયો છે.

8 ગણું વળતર આપનારો શેર- આજે સતત ચોથા દિવસે આ શેરમાં તેજી જોવા મળી છે. મંગળવારે શરૂઆતના કારોબારમાં આ શેર 108.50 રૂપિયા પ્રતિ શેરની સાથે 52 સપ્તાહની નવી રેકોર્ડ હાઈ પર પહોંચ્યો છે. 2020માં કોવિડ-19 દરમિયાન હજુ સુધી આ શેરમાં 8 ગણી તેજી જોવા મળી છે. આ વર્ષએ હજુ સુધી આ શેર લગભગ 26 ટકા વધ્યો છે. તેના પહેલા 2021માં 16 ટકા અને 2022માં 85 ટકા તેજી નોંધાવી છે.જૂન ક્વાટરમાં નફો ડબલ થયો- આ હોસ્પિટાલિટી ચેઇન કંપનીએ મે 2004માં તેની 49 રૂમની પ્રથમ હોટેલ ખોલી હતી. હાલમાં, આ કંપની 58 સ્થળોએ 92 હોટલોમાં કુલ 8,600 થી વધુ રૂમ ધરાવે છે. તાજેતરમાં જાહેર થયેલા જૂન ક્વાર્ટરના પરિણામો દર્શાવે છે કે વાર્ષિક ધોરણે કંપનીનો નફો રૂ. 13.6 કરોડથી લગભગ 103% વધીને રૂ. 27.5 કરોડ થયો છે. મજબૂત ટ્રાવેલ ડિમાન્ડના કારણે કંપનીના નફામાં તેજી જોવા મળી છે.

મેનેજમેન્ટનું આઉટલુંક કેવું છે?- ઓગસ્ટમાં જ CNBC-TV18 સાથેની ખાસ વાતચીતમાં લેમન ટ્રી હોટેલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન પતંજલિ કેસવાલીએ જણાવ્યું હતું કે જૂન ક્વાર્ટરમાં ઓક્યુપન્સી લેવલ 70%થી ઉપર હતું. તેમણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધુ સારા ક્વાર્ટરની આશા વ્યક્ત કરી છે. વધતા ભાવની અસર પણ જોવા મળશે. મે મહિનામાં જ કંપનીએ કહ્યું હતું કે, બિઝનેસ વર્ષ 2023-24 દરમિયાન 20 હોટલોમાં લગભગ 2,000 નવા રૂમ ઉમેરવાની તૈયારી છે.કેસવાનીએ કહ્યું કે, 'અમારી ઈચ્છા સરેરાસ ઓક્યૂપેન્સી સ્તર 74 ટકા પર લઈ જવાની છે. ડિસેમ્બર ક્વાટર સુધી બજારની સ્થિતિને જોતા કિંમતો 10-15 ટકા સુધીનું માર્જિન છે. આગામી વર્ષ માર્ચ ક્વાટર સુધી કિંમતોમાં 5 ટકાનો વધારો જોવા મળી શકે છે.'

એક્સપર્ટ્સનું શું કહેવું છે?- ICICI Securities PMSના અમિત ગુપ્તાએ કહ્યું કે, 7000 કરોડ રૂપિયાના માર્કેટ કેપવાળી આ કંપની પર 1700 કરોડ રૂપિયાનું દેવું છે. આવનારા સમયમાં ટેરિફ રેટ્સ વધવાના છે. માંગમાં મજબૂતીની સાથે ઓક્સૂપેન્સી પણ સારી છે. 1થી ડોઢ વર્ષના સમયમાં કંપની તેના દેવાને સંપૂર્ણ રીતે ચૂકવી દેવાની યોજના બનાવી રહી છે. એવામાં આ શેરમાં આગળ પણ તેજી જોવા મળી શકે છે.

બ્રોકરેજ ફર્મ CLSAએ ખરીદ અભિપ્રાય સાથે આ શેર પર પ્રતિ શેર રૂ. 115નો લક્ષ્‍ય રાખ્યો છે. ફર્મે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે બિઝનેસ વર્ષ 2025 સુધીમાં પરિણામો ઉત્તમ રહેશે અને ઓરિકા મુંબઈ હોટેલનો ઓપરેટિંગ પ્રોફિટ ફાળો રૂ. 170 કરોડ સુધીનો હોઈ શકે છે. 17 માંથી 15 વિશ્લેષકોએ સ્ટોક પર બાય રેટિંગ આપી છે, જ્યારે 2 એક્સપર્ટ્સે વેચાણ રેટિંગ આપી છે.ICICI સિક્યોરિટીઝે આ શેર પર 137 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ આપ્યો છે. જ્યારે, એમ્બિટ કેપિટલે શેર દીઠ રૂ. 130નો ટાર્ગેટ આપ્યો છે.

નોધ: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)