નિવેદન@દેશ: જો હું બેઈમાન તો દુનિયામાં કોઈ ઈમાનદાર નહીં: અરવિંદ કેજરીવાલ

અટલ સમાચાર, ડેસ્ક
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં છે. હવે આ મામલામાં સીબીઆઈ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 16મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તપાસ એજન્સીએ શુક્રવાર, 14 એપ્રિલે નોટિસ ઈશ્યૂ કરી હતી અને કેજરીવાલને રવિવારે CBI ઓફિસમાં હાજર રહેવા જણાવ્યું હતું.
કેજરીવાલે આજે એટલે કે શનિવારે બપોરે 12 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને CBI, ED, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે કહ્યું, 'આ લોકોએ અમારી સરકારના બે મંત્રીઓની ધરપકડ કરી. તેમનો વિચાર નંબર બે (મનીષ સિસોદિયા) અને નંબર ત્રણ (સત્યેન્દ્ર જૈન)ની ધરપકડ કરવાનો હતો જેથી તે મારું ગળું દબાવી શકે. આ બળજબરીથી ફસાવવાનું ષડયંત્ર છે. જો હું બેઈમાન હોઉં તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી.
મહત્વનું છે કે, કેજરીવાલે કહ્યું- CBI-EDએ મનીષ સિસોદિયા પર આરોપ લગાવ્યો કે તેણે પુરાવા છુપાવવા માટે 14 ફોન તોડ્યા. હવે ED કહી રહ્યું છે કે તેની પાસે 4 ફોન છે, જ્યારે CBIએ પણ કહ્યું છે કે તેની પાસે 1 ફોન છે. એટલે કે બંને એજન્સી પાસે 5 ફોન છે. તપાસ એજન્સીઓએ કોર્ટમાં ખોટું બોલ્યા છે. તેઓએ કોર્ટને ગેરમાર્ગે દોરીને મનીષ સિસોદિયાના જામીન અટકાવ્યા છે.