ચેતજો@દેશ: વિડિયોથી પૈસા કમાવાનો આ રસ્તો ટાળજો, આવી Reels બનાવી તો દંડની છે જોગવાઈ

હજારો યુઝર્સ પૈસા કમાવા માટે અલગ અલગ અખતરાઓ કરી રહ્યા છે
 
ચેતજો@દેશ: વિડિયોથી પૈસા કમાવાનો આ રસ્તો ટાળજો, આવી Reels બનાવી તો દંડની છે જોગવાઈ
આજકાલ લોકો સોશિયલ મીડિયા દ્વરા ગણા પૈસા કમાઈ રહ્યા છે.એવા ખતરનાક સ્ટંટ કરીને વીડીઓ બનાવે છે ,જેમાં જીવ જવાનું જોખમ હોય છે.લોકો પૈસા કમાવવા માટે સોશિયલ મીડિયા પર  વિચિત્ર હરકતો કરી વિડીઓ વાયરલ કરતા હોય છે,અને પૈસા કમાતા હોય છે.પણ કેટલાક કામોને કારણે યુઝર્સ પર પોલીસની કાર્યવાહી પણ થઈ શકે છે.જીવના જોખમે સ્ટંટ વીડિયો બનાવવા, મેટ્રોની અંદર વીડિયો બનાવવો, હથિયારોનો ઉપયોગ કરવો, નશાની હાલતમાં ગાડી ચલાવવી, રસ્તા વચ્ચે ડાન્સ કરવો જેવી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે યુઝર્સ પર પોલીસ કાર્યવાહી થઈ શકે છે. આવા વીડિયોને તપાસ બાદ યુઝરને દંડ પર થાય છે. લોકોના મનોરંજન અને પૈસા કમાવાની જલ્દીમાં તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

ઈન્સ્ટાગ્રામ પર આ રીતે બનાવ્યો વીડિયો તો ભરવો પડશે દંડ

  • કારના સનરુફમાંથી બહાર નીકળીને ઘોંઘાટ કરવાથી તમને મોટું નુકશાન થઈ શકે છે.
  • રસ્તા વચ્ચે ટ્રાફિકજામ કરીને સ્ટંટ કરીને, લોકોના જીવને જોખમમાં મુકવાની ભૂલ ભારે પડશે.
  • મેટ્રોમાં અન્ય યાત્રીઓને પરેશાની થાય અને શરમજનક સ્થિતિમાં મુકાઈ તેવી હરકતો કરીને વીડિયો બનાવવાથી દંડ થઈ શકે છે.
  • કેદારનાથ જેવા ધાર્મિક સ્થળોએ પાર્ટનરને પ્રપોઝ કરવા જેવી હરકતો કરવાથી પણ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
  • સ્ટાઈલ મારવાના ચક્કરમાં ગન અને અન્ય હથિયારોનો ઉપયોગ પણ ના કરવો જોઈએ.
  • ઘણા ધાર્મિક સ્થળોએ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ હોય છે, આવી જગ્યા પર વીડિયો બનવવાથી તમારા પર કાર્યવાહી થઈ શકે છે.
  • 1 મહિનામાં પૈસા ડબલ કરવા અથવા ફેક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સને પ્રમોટ કરવાથી પણ તમને લાખો રુપિયાનો દંડ થઈ શકે છે. તેનાથી તમારા પર 50 લાખ રુપિયા સુધીનો દંડ થઈ શકે છે.
  • લાઈક-વ્યૂઝના ચક્કરમાં એવા કામ ના કરવા જોઈએ જેનાથી તમને નુકશાન થાય.