જાણવાજેવુ@દેશ: 1 એપ્રિલથી UPI પેમેન્ટ કરશો તો ચાર્જ આપવો પડશે, જાણો શું છે હકીકત ?

 
UPI

અટલ સમાચાર, ડેસ્ક

1 એપ્રિલથી નવું આર્થિક વર્ષ શરું થવા સાથે નવો મહિનો પણ શરું થઈ રહ્યો છે ત્યારે આર્થિક બાબતોને લગતી અનેક વસ્તુઓ અપડેટ થઈ રહી છે. તેવામાં UPI પેમેન્ટમાં ચાર્જિસને લઈને અનેક શંકાઓ અને પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. જોકે અહીં NPCIએ આ બાબતે આખરે સ્પષ્ટતા કરી છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) અંગે એક પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્રમાં, એવી ભલામણ કરવામાં આવી હતી કે UPI દ્વારા કરવામાં આવતા મર્ચન્ટ પેમેન્ટ પર આગામી બિઝનેસ વર્ષ એટલે કે 1 એપ્રિલ 2023 થી PPI ચાર્જ લાદવામાં આવે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પરિપત્ર મુજબ ઇન્ટરચેન્જ ચાર્જ લગાવવાનું કહેવામાં આવ્યું છે. જોકે ત્યારબાદ અનેક મીડિયા અહેવાલોમાં આવ્યું કે હવે 2000 રુપિયાથી વધુના યુપીઆઈ માટે પણ ચાર્જ ચૂકવવો પડશે જેના પર આખરે હવે NPCI એ સ્પષ્ટપણે કહ્યું છે કે PPI ઇન્ટરચેન્જ શરૂ થવાને કારણે ગ્રાહકો પાસેથી કોઈ ફી વસૂલવામાં આવશે નહીં.

મહત્વનું છે કે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પરિપત્ર મુજબ, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ દ્વારા ચૂકવણી પર 0.5% થી 1.1% PPI ચાર્જ લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે. CNBC-TV18ના સમાચાર અનુસાર, UPI દ્વારા 2 હજાર રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર 1.1 ટકા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે.

Jaherat
જાહેરાત

નોંધનીય છે કે, ઇન્ટરચેન્જ શુલ્ક માત્ર PPI વેપારી વ્યવહારો માટે જ લાગુ પડે છે. ગ્રાહકો માટે કોઈ ચાર્જ નથી. NPCIએ એક પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે બેંક એકાઉન્ટથી બેંક એકાઉન્ટ આધારિત UPI પેમેન્ટ માટે કોઈ ચાર્જ નથી. મહત્વનું છે કે, UPI એક બેંકિંગ સિસ્ટમ છે. તેની મદદથી પેમેન્ટ એપ્લિકેશન પર પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. તેની મદદથી, ચુકવણી તરત જ કરવામાં આવે છે. UPI ને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત કરવામાં આવે છે. જે ભારતીય રિઝર્વ બેંક (RBI) હેઠળ કામ કરે છે. આના દ્વારા તમે કોઈને પણ સરળતાથી પૈસા મોકલી શકો છો અને સાથે જ પૈસા ઓર્ડર પણ કરી શકો છો.