ઓટોમોબાઇલ@દેશ: ભાઇ બીજની એક સારી ગિફ્ટ બહેનને આપવા માંગો છો ? આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કરી શકો

આ લિસ્ટમાં બીજું નામ TVS iQube ઈલેક્ટ્રિક સ્કૂટર
 
ઓટોમોબાઇલ@દેશ: ભાઇ બીજની એક સારી ગિફ્ટ બહેનને આપવા માંગો છો ? આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કરી શકો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અત્યારે દિવાળીના તહેવારોના માહોલ છે, લોકો જબરદસ્ત રીતે વાહનોની ખરીદી કરી રહ્યાં છે, જો તમે પણ એક સારુ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું પ્લાનિંગ બનાવ્યુ છે, તો આ સ્ટૉરી કામની છે. જો બજેટનું ટેન્શન ન હોય. તો આ વખતે ભાઈ બીજના તહેવાર પર, તમે તમારી બહેનને એક સારા ઇલેક્ટ્રિક સ્કૂટરની ગિફ્ટ આપી શકો.

સારી રેન્જના સંદર્ભમાં, સિમ્પલ વન યાદીમાં ટોચ પર છે, એટલે કે એક જ ચાર્જથી તે 212 કિમી સુધીનું અંતર કાપી શકે છે. આ માટે તમારે એક્સ-શોરૂમ 1.45 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત ખર્ચ કરવી પડશે. જો તમને Ola ઈલેક્ટ્રિક સ્કૂટર ગમે છે, તો તમે તેનું S1 Pro વેરિઅન્ટ પણ ગિફ્ટ કરી શકો છો. જે સિંગલ ચાર્જ પર 181 કિમી સુધીની રેન્જ ઓફર કરવામાં સક્ષમ છે. તેને ઘરે લાવવા માટે તમારે 1.40 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે. જો તમે હીરો વાહનો પર વિશ્વાસ કરો છો, તો હીરો વિડા તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ માટે તમારે એક્સ-શોરૂમ 1.26 લાખ રૂપિયા ખર્ચવા પડશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની રેન્જ સિંગલ ચાર્જ પર 165 રૂપિયા સુધીની છે.

આગામી ઈલેક્ટ્રિક સ્કૂટર Ather 450X છે, જે સિંગલ ચાર્જ પર 146 કિમી સુધીની મુસાફરી કરી શકે છે અને તેની કિંમત રૂ. 1.28 લાખ એક્સ-શોરૂમ છે. આ લિસ્ટમાં બીજું નામ TVS iQube ઈલેક્ટ્રિક સ્કૂટર છે, જેને એક વાર ચાર્જ કરવા પર 145 કિમી સુધી ચલાવી શકાય છે. તેની પ્રારંભિક કિંમત 1.22 લાખ રૂપિયા એક્સ-શોરૂમ સુધી છે.