હવામાન@દેશ: IMD દ્વારા અનેક રાજ્યોમાં વરસાદની આગાહી, 8 રાજ્યોમાં પડશે કરાં

 
IMD

અટલ સમાચાર, ડેસ્ક

ભારતના હવામાન વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં અધિકતમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. વાદળોના કારણે છેલ્લા 24 કલાક દરમ્યાન દિલ્હી-એનસીઆરના વિસ્તારમાં ભીષણ ગરમીથી લોકોને રાહત થઈ છે. છેલ્લા 24 કલાકમાં અધિકતમ તાપમાન 31.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્યથી 6 ડિગ્રી ઓછું રહ્યું. ઉત્તર પ્રદેશમાં પૂર્વી ભાગમાં કેટલીય જગ્યાએ આજે ગર્જના સાથે છુટક વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર, અરુણાચલ પ્રદેશ, તમિલનાડૂ, પુડુચેરી, કરાઈકલ, કેરલ અને માહેને છોડીને દેશના મોટા ભાગના વિસ્તારોમાં અધિકતમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી ઓછુ રહ્યું. આ જગ્યા પર અધિકતમ તાપમાન સામાન્યથી 2-3 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. તેથી છેલ્લા એક દિવસમાં દેશમાં ક્યાંય પણ લૂની હાલત જોવા મળી નથી. આઈએમડી અનુસાર, આગામી 5 દિવસ દરમ્યાન ભારતના મોટા ભાગમાં લૂ ચાલવાની કોઈ આશંકા નથી. છેલ્લા કેટલાય દિવસથી દેશના કેટલાય ભાગમાં આંધી અને વરસાદના કારણે લોકોને ભયંકર ગરમીથી રાહત મળી છે.

આ સાથે હવામાને 23થી 25 એપ્રિલ સુધી ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમના અલગ અલગ સ્થાન પર કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. 24 એપ્રિલે ઓડિશા, બિહાર અને છત્તીસગઢમાં કેટલીય જગ્યા પર કરા પડવાની આશંકા વ્યક્ત કરી છે. જ્યારે 24 અને 25 એપ્રિલ દરમ્યાન વિદર્ભમાં અમુક જગ્યા પર કરા પડવાની સંભાવના છે. દક્ષિણ ભારતમાં તટીય આંધ્ર પ્રદેશ, યનમ અને તેલંગણામાં 24 એપ્રિલે કેટલીય જગ્યા પર કરા પડવાની આશા છે. આઈએમડીએ 26 અને 27 એપ્રિલ દરમ્યાન મરાઠવાડામાં અલગ અલગ સ્થાન પર કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે.