બ્રેકિંગ@દેશ: ગણતરીનાં કલાકોમાં સેનાએ લીધો શહીદોનો બદલો, આતંકવાદી ઠાર, બારામુલામાં સર્ચ યથાવત
અટલ સમાચાર, ડેસ્ક
રાજૌરી બાદ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં સુરક્ષાદળોનું આતંકવાદીઓ સાથે અથડામણ થઈ છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, બારામુલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. બીજી તરફ શુક્રવારે રાજૌરીના કાંડી વિસ્તારમાં ઓપરેશન દરમિયાન પાંચ જવાન શહીદ થયા હતા. આ અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
જણાવી દઈએ કે રાજૌરીમાં એન્કાઉન્ટર દરમિયાન આઈડી બ્લાસ્ટમાં હિમાચલના બે જવાનો શહીદ થયા હતા. ચાર ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન વધુ ત્રણ જવાનો શહીદ થયા છે. ત્યાં મેજરની સારવાર ચાલી રહી છે.
ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં શનિવારે વહેલી સવારે થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યા બાદ કુંજર વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળો જ્યારે શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધ્યા ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો, જેના પછી એન્કાઉન્ટર શરૂ થયું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ કહ્યું કે, એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો, જેની ઓળખ કરવામાં આવી રહી છે. આ સાથે સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં 3 મેના રોજ માચિલ આતંકવાદી વિરોધી ઓપરેશન બાદ છેલ્લા 96 કલાકમાં આ ચોથું એન્કાઉન્ટર છે.