ગુનો@મણીનગર: એક સ્કૂલમાં વિદ્યાર્થીઓને છરી બતાવી પૈસા પડાવતો યુવક ઝડપાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
યુવક છેલ્લા કેટલાય સમયથી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પડાવતો હતો. જેના કારણે ધોરણ 10માં અભ્યાસ કરતો કિશોર ડિપ્રેશનમાં આવી ગયો હતો,જે બાદ પોલીસે યુવકને રંગેહાથ પકડી લીધો. મણીનગરની જીવકોરબાઈ સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્કૂલ બહાર જ વિદ્યાર્થીઓને છરી બતાવી પૈસા પડાવતા ઝડપાયો.ઘટનાની વિગતવાર વાત કર્યે તો અમરાઈવાડી વિસ્તારમાં રહેતા 46 વર્ષીય પ્રશાંતભાઈ પંડ્યા ખોખરા સર્કલ પાસે રેડીમેઈડ કાપડની દુકાન ધરાવી વેપાર કરે છે. તેઓને સંતાનમાં એક 17 વર્ષીય દિકરી અને 15 વર્ષીય દિકરો છે. જે દીકરી અને દિકરો મણીનગરમાં આવેલી જીવકોરબાઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે. https://youtu.be/aBzGSdDesUE છેલ્લાં એક સપ્તાહથી ફરિયાદીનો દિકરો વેદાંત ડિપ્રેશનમાં રહેતો હોવાથી તેને પૂછતા દીકરાએ કહ્યું હતું કે ક્રિષ્ના જયેશભાઈ નામનો યુવક તેને હેરાન કરે છે, અને ચપ્પુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની પાસેથી બળજબરીથી પૈસા લઈ જાય છે.
આ જાણ થતા કિશોરના વાલીએ આરોપીને પકડવા માટે છટકુ ગોઠવીને આરોપીને રંગે હાથ ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપી ક્રિષ્ના જયેશભાઈ બોરીચાની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી અગાઉ આ જ સ્કૂલમાં ભણતો હતો એટલે ભોગ બનનાર વિદ્યાર્થીઓને ઓળખતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, આરોપી 12 માં ધોરણમાં ગયા વર્ષે ફેલ થયો છે. આરોપીની છાપ સ્કૂલમાં તોફાની છોકરા તરીકે હતી, એટલે તેનાથી બધા ડરતા હતા તેવું ભોગ બનનારનું કહેવુ છે. આરોપી અગાઉ મણિનગર પોલીસ સ્ટેશનના મારામારીમાં ગુનામાં પણ પકડાઈ ચુકયો છે. : Ahmedabad: સાયન્સ સિટી ખાતે મિશન ચંદ્ર સ્પર્ધાનું કરાયુ આયોજન, વિદ્યાર્થીઓ જાતે બનાવ્યા ચંદ્રયાનના લેન્ડર અને રોવર આરોપી યુવકને જ્યારે લોકોએ પકડ્યો ત્યારે તેની સાથે વધુ એક આરોપી પણ હતો જે ફરાર થઈ ગયો હતો જેને ઝડપી પાડવા મણીનગર પોલીસે કામગીરી હાથ ધરી છે.ત્યારે ઝડપાયેલા આરોપી સામે IPC ની કલમ 386, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે યુવકે કેટલા વિદ્યાર્થીઓ પાસે પૈસા પડાવ્યા છે જેને લઈ તપાસ શરૂ કરી છે.