ક્રિકેટ@દેશ: સૌથી વધુ સદી કરવાના મામલે રોહિત ચોથા નંબરે, પ્રથમ નંબરે પણ મોટો ખેલાડી

રોહિત ટીમની પહેલી ઇનિંગમાં પોતાના ટેસ્ટ કરિયરની 10મી સદી ફટકારવામાં સફળ રહ્યો

 
ક્રિકેટ@દેશ: સૌથી વધુ સદી કરવાના મામલે રોહિત ચોથા નંબરે, પ્રથમ નંબરે પણ મોટો ખેલાડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ક્રિકેટએ બધા લોકોની પસંદનિ રમત છે.લોકો  ક્રિકેટની રમત જોવા માટે સ્ટેડીયમમાં જાય છે.ક્રિકેટ રમતના ખેલાડીયો સારી રીતે રમીને પોતાના દેશનું નામ ઉજ્વળ કરે છે.ખેલાડીઓ ખુબજ મહેનત અને ધ્યાનથી આ રમત રમતા હોય છે.બધા ખેલાડીયો સારી રીતે રમીને  સારા  રન બનાવે છે.કેટલાય ખિલાડીઓએ 100 ઉપર રન  બનાવે છે.ટીમના આવા ખેલાડીયો પર દેશ ગર્વ કરે છે.ખલાડીઓ પોતાની ટીમને ને દેશને જીતાડવા માટે ખુબજ મહેનત કરે છે.ક્રિકેટના ખેલાડીએ  રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝની શરૂઆત શાનદાર બેટિંગથી કરીભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝની શરૂઆત શાનદાર બેટિંગથી કરી હતી.રોહિત ટીમની પહેલી ઇનિંગમાં પોતાના ટેસ્ટ કરિયરની 10મી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિતની આ 44મી સદી છે અને હવે તે ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાના મામલે ચોથા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં સચિન તેંડુલકર પહેલા નંબર પર છે જ્યારે વિરાટ કોહલી બીજા અને રાહુલ દ્રવિડ ત્રીજા નંબર પર છે.રોહિત શર્મા 103 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. રોહિત ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. પોતાની છેલ્લી 39 ઇનિંગ્સમાં રોહિતે 7 સદીની સાથે 4 અડધી સદીની ઇનિંગ્સ રમી છે. હાલમાં એક્ટિવ ખેલાડીઓમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે રોહિત શર્માએ સ્ટીવ સ્મિથની બરાબરી કરી લીધી છે. આ યાદીમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પહેલા સ્થાન પર છે.વેસ્ટ ઈન્ડિઝ સામે સદીના મામલે સચિનની બરાબરી છે

રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 7મી સદી ફટકારી હતી. આ સાથે તે વિન્ડીઝ ટીમ સામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરની બરાબરી પર પહોંચી ગયો છે. આ યાદીમાં દિગ્ગજ પૂર્વ ભારતીય ખેલાડી સુનીલ ગાવસ્કર 13 સદી સાથે પહેલા સ્થાને છે. જ્યારે બીજા સ્થાને વિરાટ કોહલી 11 સદી સાથે છે.ઓપનિંગ બેટ્સમેન તરીકે, રોહિત શર્માએ અત્યાર સુધીમાં ત્રણેય ફોર્મેટમાં કુલ 39 સદી ફટકારી છે. ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારનારની યાદીમાં રોહિત હવે છઠ્ઠા નંબર પર છે. આ યાદીમાં સચિન તેંડુલકર 45 સદી સાથે પહેલા સ્થાને છે. બીજી તરફ ડેવિડ વોર્નર 45 સદી સાથે બીજા સ્થાને છે. આ સિવાય ક્રિસ ગેલ 42, સનથ જયસૂર્યા 41 અને મેથ્યૂ હેડન 40 સદી સાથે યાદીમાં ત્રીજા નંબર પર છે.