ઉદ્ઘાટન@દેશ: વડાપ્રધાન મોદીએ ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કર્યું
28 થી 29 જાન્યુઆરી દરમિયાન જનતા મેદાન ખાતે આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે.
Updated: Jan 28, 2025, 13:36 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્રમોદી ઓડિશા પહોચ્યા હતા. વડાપ્રધાન મોદીએ ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કર્યું હતુ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પૂર્વ ભારત દેશનું વિકાસ એન્જિન છે અને ઓડિશા તેનો મહત્વનો ભાગ છે.
જ્યારે વૈશ્વિક વિકાસમાં ભારતનું બહુ મોટું યોગદાન હતું, ત્યારે ભારતના પૂર્વ ભાગનો તેમાં ઘણો મોટો ફાળો હતો. ઓડિશા દક્ષિણ પૂર્વ એશિયા સાથે વેપારનું મુખ્ય કેન્દ્ર હતું.
મોદી આજે ઓડિશાના ભુવનેશ્વર પહોંચ્યા હતા. તેમણે અહીં ઓડિશા સરકારની બિઝનેસ સમિટ 'ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025'નું ઉદ્ઘાટન કર્યું હતું. 28 થી 29 જાન્યુઆરી દરમિયાન જનતા મેદાન ખાતે આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે.