ઉદ્ઘાટન@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના અભિષેક કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે, 30 ડિસેમ્બર, 2023ના રોજ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. ઈન્ડિગોની પહેલી ફ્લાઈટ 30 ડિસેમ્બરે દિલ્હીથી અયોધ્યા માટે ટેકઓફ થવા જઈ રહી છે. ફ્લાઈટ્સનું કોમર્શિયલ ઓપરેશન 6 જાન્યુઆરી, 2024થી શરૂ થશે.
અયોધ્યાના આ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ છે. જેનું ઉદ્ઘાટન પીએમ મોદી 30 ડિસેમ્બરે બપોરે 12.15 કલાકે કરશે. આ એરપોર્ટને તૈયાર કરવામાં કુલ 1,450 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ એરપોર્ટ કુલ 6500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.
આ એરપોર્ટ દર વર્ષે 10 લાખ મુસાફરોને હેન્ડલ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો આગળનો ભાગ શ્રી રામ મંદિર જેવો બનાવવામાં આવ્યો છે. અંદર અયોધ્યા શહેર તેમજ શ્રી રામના જીવનને દર્શાવતી કલાકૃતિઓથી શણગારવામાં આવ્યું છે.