ઉદ્ઘાટન@દેશ: આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું, નિર્માણ 9 હજાર કરોડનાં ખર્ચે થયું

દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું.
 
ઉદ્ઘાટન@દેશ: આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું,  નિર્માણ 9 હજાર કરોડનાં ખર્ચે થયું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં દેશ માટે કેટલાક વિકાસના કર્યો થઇ રહ્યા છે. લોકોના વિકાસ માટે કેટલાક મહત્વના કર્યો કરવામાં આવી રહ્યા છે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દેશનો આ પ્રકારનો પ્રથમ એલિવેટેડ 8 લેનનો એક્સેસ કન્ટ્રોલ એક્સપ્રેસ વે છે, જેનું નિર્માણ આશરે 9 હજાર કરોડનાં ખર્ચે થયું છે. પીએમ મોદીએ હરિયાણાના ગુરુગ્રામમાં ખેડકી દૌલા ટોલ પ્લાઝા પાસેથી દિલ્હીના મહિપાલપુર સુધી આવનાર દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું.

તેની ખાસિયત એ છે કે આ દેશનો પહેલો એક્સપ્રેસ વે છે, જે સિંગલ પીલર પર આઠ લેનનો એક્સપ્રેસ વે છે. આ ઘણા મામલામાં બુર્જ ખલીફા અને એફિલ ટાવરને પણ પાછળ છોડી દેશે. તેના નિર્માણમાં 2,00,000 એમટી સ્ટીલનો ઉપયોગ થશે, જે એફિલ ટાવરના નિર્માણની સરખામણીમાં 30 ગણું વધારે છે. સાથે જ 20 લાખ સીયૂએમ કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવશે, જે બુર્જ ખલીફાથી છ ગણો વધારે છે.

દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર જામથી રાહત મળશે. દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર ટ્રાફિકનું દબાણ ઓછું કરવા માટે દ્વારકા એક્સપ્રેસ વે દિલ્હીના મહિપાલપુરમાં શિવમૂર્તિની સામેથી ગુરુગ્રામના ખેડકીદૌલા ટોલ પ્લાઝાના નજીક સુધી દ્વારકા એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે. તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે જેથી બાંધકામ વધુ સારી રીતે થઈ શકે.

એક્સપ્રેસ વેના હરિયાણા વિભાગનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. દિલ્હી ભાગમાં ટનલનું લગભગ 10 ટકા બાંધકામ બાકી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર ટ્રાફિકના દબાણમાં 30 ટકાથી વધુનો ઘટાડો થવાની સંભાવના છે. દ્વારકા એક્સપ્રેસ વેની લંબાઈ માત્ર 29 કિલોમીટર છે. તે દેશનો સૌથી ટૂંકો એક્સપ્રેસ વે છે. જેમાંથી 18.9 કિમી ગુરુગ્રામમાં આવે છે, જ્યારે 10.1 કિમી દિલ્હીમાં પડે છે. 23 કિલોમીટરનો ભાગ એલિવેટેડ કરવામાં આવી રહ્યો છે અને લગભગ ચાર કિલોમીટરની ભૂગર્ભ ટનલ બનાવવામાં આવી રહી છે.

દિલ્હી વિસ્તારમાં પહેલો વિસ્તાર ગુરુગ્રામ-દિલ્હી બોર્ડરથી બિજવાસન સુધી લગભગ 4.20 કિમીનો છે. દિલ્હી વિસ્તારનો બીજો ભાગ મહિપાલપુરના બિજવાસનથી શિવમૂર્તિ સુધી 5.90 કિ.મીનો છે. ગુરુગ્રામ વિસ્તારનો પહેલો ભાગ ખેડકીદૌલા ટોલ પ્લાઝા નજીકથી ધનકોટ નજીક લગભગ 8.76 કિમી દૂર છે. ગુરુગ્રામ વિસ્તારનો બીજો ભાગ બસઈ-ધનકોટ નજીકથી ગુરુગ્રામ-દિલ્હી બોર્ડર સુધી લગભગ 10.2 કિમી દૂર છે.

આ એક્સપ્રેસ વે અન્ય એક્સપ્રેસ વે કરતા સારો હશે કારણ કે તે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (આઇજીઆઇ) એરપોર્ટ અને ગુરુગ્રામને સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. તે દિલ્હી અને ગુડગાંવ વચ્ચેના ટ્રાફિકના પ્રવાહને ખૂબ જ સરળ બનાવશે. દ્વારકા એક્સપ્રેસ વેના નિર્માણ બાદ દિલ્હીથી ગુરુગ્રામ પહોંચવામાં માત્ર 25 મિનિટનો સમય લાગશે. સાથે જ માનેસરથી 45 મિનિટમાં સિંઘુ બોર્ડર પહોંચી જશે. તેનાથી એનએચ-8 પર ટ્રાફિકમાં આશરે 50 ટકાનો ઘટાડો કરવામાં પણ મદદ મળશે.

આ એક્સપ્રેસ વે શરૂ થયા બાદ દરરોજ મુખ્ય માર્ગો પરથી 12 લાખ વાહનોનું દબાણ ઓછું થશે. દ્વારકા એક્સપ્રેસ વે નાં હરિયાણા સેક્શનની શરૂઆત થવાથી ગુડગાંવનાં 35થી વધારે ક્ષેત્રો અને 50થી વધારે ગામડાંઓને તેનો સીધો લાભ મળશે.