અપડેટ@દિલ્હી: અલીપુરની પેઇન્ટ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગતા , 7 લોકોના મોત

 હાલ ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે 
 
બનાવ@દિલ્હી: અલીપુરની પેઇન્ટ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગતા , 7 લોકોના મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી જ હોય છે. દિલ્હીના અલીપુર વિસ્તારમાં એક પેઇન્ટ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આ આગને કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. ફેક્ટરીમાં ઘણા લોકો ફસાયેલા હોવાનું કહેવાય છે, તેમને બચાવવા માટે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. હાલ ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.

આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ લોકોને બચાવવા માટે તમામ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં ધુમાડો છે, આસપાસના તમામ ઘરો પણ બળી ગયા છે. ચિંતાની વાત એ છે કે પેઇન્ટ ફેક્ટરીમાં હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે, તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટનાના જે વીડિયો સામે આવ્યા છે તેમાં મોટી જ્વાળાઓ દેખાઈ રહી છે અને ધુમાડાના વિશાળ વાદળો પણ ડરામણા છે.