ઘટના@જૂનાગઢ: બીમારીથી કંટાળી વૃદ્ધાએ ચેક ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો
ચેકડેમમાં ઝંપલાવતા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.
Sep 9, 2024, 09:24 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં આત્મહત્યાનાં ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. બીમારીથી કંટાળી વૃદ્ધાએ ચેક ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો.
માણાવદર તાલુકાના ભીતાણા ગામે રહેતા 70 વર્ષીય જાના બેન મંગાભાઈ ચાવડા નામના વૃદ્ધા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમાર હોય શનિવારે સવારે બીમારીથી કંટાળી જઈને ભીતાણા ગામના ચેકડેમમાં ઝંપલાવતા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.
અંગેની જાણ થતા માણાવદર પોલીસે દોડી જઈને વૃદ્ધાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.