બનાવ@મહારાષ્ટ્ર: યુવકે ધારદાર હથિયારથી ડોક્ટર પર હમલો કર્યો, માથા અને ગરદન પર 18 વખત ઘા કર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર મારા-મારીની ઘટનાઓ જોવા મળતી હોય છે. મહારાષ્ટ્રના નાસિકમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક યુવકે હોસ્પિટલના ડોક્ટર પર એક પછી એક 18 વાર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. આરોપીએ તબીબના માથા અને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી છે. આ ઘટના બાદ હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ હતી.
ડોક્ટરની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ઇજાગ્રસ્ત ડૉ. કૈલાશ રાઠી પંચવટી, નાસિકમાં આવેલી સુયોગ હોસ્પિટલના ડાયરેક્ટર છે. 24મી ફેબ્રુઆરીની રાત્રે ડૉક્ટર તેમના હોસ્પિટલના સોફા પર બેઠા હતા. આ દરમિયાન એક અજાણ્યો યુવક તેની પાસે આવ્યો હતો. આરોપી યુવક ડૉક્ટરની જેમ જ બરાબર ઊભો હતો. આરોપીએ પોતાના હાથમાં હથિયાર છુપાવી રાખ્યું હતું.
ડૉક્ટર સોફા પર બેસીને કોઈની સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપી યુવકે હથિયાર કાઢીને પહેલા ડોક્ટરના માથા પર હુમલો કર્યો હતો. આરોપીઓએ એક નહીં પરંતુ 18 વખત હુમલો કર્યો હતો. આ હુમલો એટલો અચાનક થયો હતો કે ઈજાગ્રસ્ત ડો.રાઠીને પોતાને બચાવવાનો મોકો પણ ન મળ્યો.
આ હુમલામાં કૈલાશ રાઠી લોહીલુહાણ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના તેની હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ગુનાને અંજામ આપીને આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. થોડાં સમય પછી જ્યારે હોસ્પિટલનો કર્મચારી ત્યાં આવ્યો ત્યારે તેણે જોયું કે કૈલાશ રાઠી બેભાન હાલતમાં સોફા પર બેઠો હતો અને તેના માથામાંથી લોહી નીકળતું હતું. ડૉક્ટરને હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત અત્યારે નાજુક છે.
માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સીસીટીવીના આધારે ઘટનાની તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ આરોપી યુવકે પૈસાના વિવાદને કારણે ડોક્ટર પર જીવલેણ હુમલો કર્યો છે.