ઘટના@પંજાબ: 2 યુવકો પૂરમાં તણાઇને પાકિસ્તાનની હદમાં પહોંચી ગયા, જાણો હવે શું થશે

 પાકિસ્તાની રેન્જર્સે ચેકપોસ્ટ પર આયોજિત ફ્લેગ મીટિંગમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. 
 
ઘટના@પંજાબ: 2 યુવકો પૂરમાં તણાઇને પાકિસ્તાનની હદમાં પહોંચી ગયા, જાણો હવે શું થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે.એવામાં કેટલીય જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે.અતિશય ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવી ગયા છે,અને લોકોના ઘરોમાં પાણી પેસી ગયા છે.પૂરના કારણે કેટલાક લોકો તણાઈ ગયા છે.પંજાબના ફોરોજપૂરમાં પૂર આવતા બે વ્યક્તિઓ તણાઈ ને પાકિસ્તાન પહોચી ગયા એવી ઘટના બની છે.પંજાબના ફિરોઝપુરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા ગઝનીવાલા ગામના 2 ભારતીય યુવકો પૂરમાં વહી ગયા બાદ પાકિસ્તાનની સરહદની અંદર પહોંચી ગયા છે. પાકિસ્તાની રેન્જર્સે ચેકપોસ્ટ પર આયોજિત ફ્લેગ મીટિંગમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે ફ્લેગ મીટિંગ દરમિયાન આ અંગેની માહિતી મળી છે અને હવે બંને યુવકોને પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ખરેખરમાં આ બંને યુવકો લુધિયાણાના રહેવાસી છે અને તેઓ શ્રી હરિમંદર સાહિબ જવાના હોવાનું કહી તેમના ઘરેથી નીકળ્યા હતા.યુવકની પૂછપરછ કરવા માટે તેમના સંબંધીઓ ફિરોઝપુરના પોલીસ સ્ટેશન લખોંના બહેરામ પહોંચ્યા હતા. પોલીસનું કહેવું છે કે બંને પાકિસ્તાન પહોંચી ગયા હોવાની માહિતી છે. યુવકના સંબંધી નાહર સિંહે જણાવ્યું કે, આ લોકો શ્રી હરિમંદર સાહિબ વિશે કહીને તેમના ઘરેથી નીકળ્યા હતા. પરંતુ હવે માહિતી મળી છે કે પૂરમાં તણાઈને બંને યુવકો પાકિસ્તાન પહોંચી ગયા છે. હવે તેમની પૂછપરછ કરવા માટે તેઓ લખો પોલીસ સ્ટેશને આવ્યા છે. અત્યારે આ બંને પાકિસ્તાની રેન્જર્સ પાસે છે.ફ્લેગ મીટિંગમાં બંને યુવાનોના પરત ફરવા અંગે ચર્ચા થશેઆ મામલે પોલીસ સ્ટેશન લખોંના બહિરમના એસએચઓ બચન સિંહે જણાવ્યું કે, ફ્લેગ મીટિંગમાં પાકિસ્તાની રેન્જર્સે જણાવ્યું હતું કે બે ભારતીયો પૂરના પાણીમાં વહીને પાકિસ્તાન પહોંચ્યા હતા. આ બંનેનો બચાવ થયો છે. બચન સિંહે કહ્યું કે આજે પણ પાકિસ્તાની રેન્જર્સ સાથે બેઠક યોજાઈ રહી છે અને બંને યુવકો વિશે વધુ માહિતી મેળવવામાં આવશે. બંને યુવકો ભારતીય છે તેમને પરત લાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે.