જાહેરાત@દેશ: ઇન્ડિયન નેવીમાં અલગ અલગ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

ઇન્ડિયન નેવી માં આવી સીધી ભરતી, 56 હજાર પગાર

 
સ્પેશ્યલ@દિવસઃ આજે 4 ડિસેમ્બરે “ઇંડિયન નેવી ડે” જાણો ઇતિહાસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જો તમે ઇન્ડિયન નેવીમાં નોકરી કરવા માંગતા હોવ તો આ માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે તમે ઓફિશિયલ વેબસાઇટ https://www.joinindiannavy.gov.in/ની મુલાકાત લઇ શકો છો.

ઇન્ડિયન નેવીમાં ભરતીની નોટિફિકેશન 23 એપ્રિલ 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે 2023 છે.

ભારતીય નૌકાદળ દ્વારા જનરલ સર્વિસ, એર ટ્રાફિક કંટ્રોલર, નવલ એર ઓપરેશન્સ ઓફિસર, પાયલોટ, લોજિસ્ટિક, નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર, એજ્યુકેશન, એન્જીનીયરિંગ બ્રાન્ચ તથા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ માટે અરજી મંગાવવામાં આવી છે. આ તમામ પોસ્ટ પર કુલ 242 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

પગાર ધોરણ અને લાયકાત

નોટિફિકેશન મુજબ આ તમામ પોસ્ટ માટેનો પગાર રૂપિયા 56,100 હશે. તમામ પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે.

પસંદગી પ્રક્રિયા

ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારોને તેમની ડિગ્રીના ગુણના આધારે મેરીટ બનાવવામાં આવશે.

મેરીટમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇમેઇલ દ્વારા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

ઇન્ટરવ્યૂમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ત્યારબાદ મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.

આ રીતે કરો અરજી

સૌ પ્રથમ ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.joinindiannavy.gov.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરો લો

ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.

હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.