આનંદો@દેશ: ભારતીય વૈજ્ઞાનિકોએ કરી કોરોનાની દવાની શોધ, જાણો સમગ્ર અહેવાલ

અટલ સમાચાર, ડેસ્ક
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ મોહાલીના વૈજ્ઞાનિકોએ કોરોના માટે નવી દવા શોધી હોવાનો દાવો કર્યો છે. એક મીડિયા અહેવાલ મુજબ લેબમાં ઉંદરો પર આ નવી દવાનું ટ્રાયલ સફળ રહ્યું છે. આ નવી શોધ વિશે એક ખાનગી મીડિયા સાથેવાત કરતા સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું કે, આ નવી દવા કોરોના વાયરસની સાથે ઈન્ફલ્યુએન્ઝા વાયરસ પર 100% અસરકારક રહી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સંશોધન યુવા વૈજ્ઞાનિક નિર્મલ કુમાર દ્વારા તેમના વરિષ્ઠ ડૉક્ટર ઈન્દરનીલ બેનર્જીના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે. કોરોના શરૂ થયા પહેલા 2020માં IISER મોહાલીના વૈજ્ઞાનિકો વિવિધ વાયરસ પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન એક કમ્પાઉન્ડ મળ્યું જે આ વાયરસને શરીરમાં પ્રવેશતા અટકાવે છે. એટલે કે જે માર્ગો દ્વારા વાયરસ શરીરમાં પ્રવેશે છે, આ દવાઓ તે માર્ગોને સુરક્ષિત કરે છે. અત્યારે સંશોધન ચાલી રહ્યું હતું કે ત્યારે જ કોરોના રોગચાળો પણ શરૂ થયો.
મીડિયા અહેવાલ મુજબ વૈજ્ઞાનિકોએ આ દવાને કોરોના વાયરસ પર અજમાવવાનું નક્કી કર્યું. નિર્મલ કુમારે આ દવા શોધી લીધી હતી, તેથી તેમણે તેમના વરિષ્ઠ ડૉક્ટર બેનર્જીને કહ્યું કે, તેને કોરોના વાયરસ પર પણ અજમાવવી જોઈએ. જો તે બાકીના વાયરસને અંદર પ્રવેશતા અટકાવી શકે છે, તો તે કોરોનાને રોકવામાં પણ સફળ થઈ શકે છે અને પછી ડૉ. નિર્મલાની માન્યતા સાચી નીકળી.
મહત્વનું છે કે, જાહેરમાં કોઈપણ નવી શોધાયેલ દવાઓનો ઉપયોગ કરતા પહેલા પ્રાણીઓ પર લેબમાં ટેસ્ટ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક નિર્મલ કુમારે પણ સૌપ્રથમ આ દવાને લેબમાં ઉંદરો પર અજમાવી હતી. પહેલા તેમને ઉંદરના વાયરસથી ચેપ લાગ્યો અને પછી આ નવી દવાઓ આપવામાં આવી. દવા આપ્યા પછી ઉંદર ખૂબ જ ઝડપથી સ્વસ્થ થવા લાગ્યો. આ રીતે કોરોના વાયરસ માટે નિર્મલ કુમારની આ નવી દવા સફળ રહી. તેણે આ દવાની પેટન્ટ માટે યુએસએમાં અરજી પણ કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યારે આ દવા બજારમાં આવતા 5 વર્ષથી વધુ સમય લાગી શકે છે. કારણ કે હવે ક્લિનિકની ટ્રાયલ અને તમામ ઔપચારિકતા પૂરી કરવામાં ઘણો સમય લાગશે.