બ્રેકિંગ@દેશ: PM મોદી સંમેલનમાં સામેલ થવા ઇન્ડોનેશિયા પહોંચ્યા,પ્રવાસી ભારતીયોએ કર્યું સ્વાગત

આસિયાનના 10 સભ્ય દેશો છે.
 
બ્રેકિંગ@દેશ: PM મોદી સંમેલનમાં સામેલ થવા ઇન્ડોનેશિયા પહોંચ્યા,પ્રવાસી ભારતીયોએ કર્યું સ્વાગત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

PM મોદી સંમેલનમાં સામેલ થવા ઇન્ડોનેશિયા પહોંચ્યા,પ્રવાસી ભારતીયોએ કર્યું સ્વાગત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ASEAN-ભારત અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા માટે ઇન્ડોનેશિયા પહોંચી ગયા છે. G20 સમિટ પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકર પીએમ મોદી સાથે આસિયાન-ભારત અને પૂર્વ એશિયા સમિટમાં પણ હાજરી આપશે.જાકાર્તા પહોંચ્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.તેમણે કહ્યું કે તેઓ જાકાર્તા પહોંચી ગયા છે. આસિયાન સંબંધિત બેઠકો અને વિવિધ નેતાઓ સાથે કામ કરવા માટે આતુર છું.

પ્રવાસી ભારતીયોએ જાકાર્તા એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આખું શહેર મોદી-મોદી અને ભારત માતાના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું. પીએમ મોદીને આવકારવા માટે વૃદ્ધો અને બાળકો પણ એકઠા થયા હતા. પરંપરાગત વેશભૂષામાં આવેલા લોકો ગર્વભેર તિરંગો લહેરાવી રહ્યા હતા. પીએમ મોદીએ પ્રવાસી ભારતીયોએ સાથે મુલાકાત કરી અને હાથ મિલાવીને તેમનું અભિવાદન કર્યું હતું. લોકોનું કહેવું છે કે તેઓ પીએમ મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસથી ઘણા ખુશ છે. અમે તેમને આવકારવા આવ્યા છીએ.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આસિયાન સાથે જોડાણ એ ભારતની 'એક્ટ ઈસ્ટ' નીતિનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગયા વર્ષે હસ્તાક્ષર કરાયેલ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ અમારા સંબંધોમાં નવી ગતિશીલતા લાવી છે. આ પછી પીએમ 18મી ઈસ્ટ એશિયા સમિટ (ઈએએસ)માં ભાગ લેશે.

આસિયાનના 10 સભ્ય દેશો છે. આ દેશો છે- બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેતનામ. તેની સ્થાપના 8 ઓગસ્ટ, 1967ના રોજ થઈ હતી. આસિયાનને પ્રદેશમાં સૌથી પ્રભાવશાળી જૂથોમાંનું એક ગણવામાં આવે છે. ભારત, અમેરિકા, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય ઘણા દેશો તેના સંવાદ ભાગીદાર છે.