બ્રેકિંગ@દેશ: બસની વાટ જોઈ રહેલા વિદ્યાર્થીઓ પર અંધાધૂંધ ફાયરિંગ, 1 બાળકનું મોત અને 8 લોકો ઘાયલ

શકમંદો એક વાહનમાંથી બહાર આવ્યા 
 
બ્રેકિંગ@દેશ: બસની વાટ જોઈ રહેલા વિદ્યાર્થીઓ પર અંધાધૂંધ ફાયરિંગ,  1 બાળકનું મોત અને 8 લોકો ઘાયલ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીય ઘટનાઓ સામે આવતી હોય છે.  હાલમાં જ એમેરિકાથી હૃદય કંપાવી નાખે એવી ઘટના સામે આવી છે. ફિલાડેલ્ફિયા ફિલાડેલ્ફિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બસ સ્ટોપ પર બસની વાટ જોઈ રહ્યા હતા. ત્યારે કેટલાક શકમંદો એક વાહનમાંથી બહાર આવ્યા અને ત્યાં ઉભેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા હતા. ફિલાડેલ્ફિયાના પોલીસ કમિશનર કેવિન બેથેલનું કહેવું છે કે આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક ૧૬ વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું છે. તેને નવ ગોળી વાગી હતી. જ્યારે બાકીનાની હાલત સ્થિર છે.

કમિશનર બેથેલે કહ્યું કે નોર્થઈસ્ટ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બપોરે ૩ વાગ્યે બસની રાહ જોઈ રહ્યા હતા. આ વિદ્યાર્થીઓની ઉંમર ૧૫ થી ૧૭ વર્ષની વચ્ચે છે. ત્યારબાદ એક કારમાંથી ત્રણ લોકો બહાર આવ્યા અને ત્યાં બસની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ પર ૩૦થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું કે આ સામૂહિક ગોળીબારમાં સાઉથઈસ્ટર્ન પેન્સિલવેનિયા ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (સેપ્ટા)ની બે બસોને પણ ટક્કર મારી હતી. પરંતુ આ બસોના મુસાફરો અને ડ્રાઈવરોને કોઈ ઈજા થઈ ન હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકાના વિવિધ ભાગોમાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.