રિપોર્ટ@દેશ: ગુજરાત જાહેર સેવા કમિશનના નવા અધ્યક્ષ તરીકે IPS અધિકારી હસમુખ પટેલની નિમણૂક

રાજ્ય સરકારના સમાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનો આદેશ જાહેર કર્યો છે. IPS કેડરના અધિકારી હસમુખ પટેલ આગામી સમયમાં GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ સંભાળશે.
 
રિપોર્ટ@દેશ: ગુજરાત જાહેર સેવા કમિશનના નવા અધ્યક્ષ તરીકે IPS અધિકારી હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

GPSCને મળ્યા નવા અધ્યક્ષ મળ્યા છે. નવાઅધ્યક્ષ તરીકે IPS અધિકારી હસમુખ પટેલની નિમણૂક. ગુજરાત જાહેર સેવા કમિશનના નવા અધ્યક્ષ તરીકે IPS અધિકારી હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના સમાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનો આદેશ જાહેર કર્યો છે.

IPS કેડરના અધિકારી હસમુખ પટેલ આગામી સમયમાં GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ સંભાળશે. તેમની નિમણૂક થતાં GPSCને નવું નેતૃત્વ મળશે, જે રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ગુજરાત સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર હસમુખ પટેલ ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરીનું સંચાલન કરશે. તેમની આ નિમણૂકથી રાજ્યની સરકારી ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે, ત્યારે 2016થી 2022 સુધી GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ દિનેશ દાસાએ સંભાળ્યો હતો. જોકે, તેમની નિવૃત્તિ બાદ આ પદ ખાલી હતું. જેથી આ ખાલી જગ્યાનો હવાલો નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો હતો.