અંતરીક્ષ@દેશ: ISROએ એકસાથે 7 સેટેલાઈટ કર્યા લોન્ચ, સપ્તાહમાં બીજું મોટું મિશન

 
ISRO

અટલ સમાચાર, ડેસ્ક

ચંદ્રયાન-3 ની લોન્ચિંગ પછી ISRO એ આજે વધુ એક અને કીર્તિમાન સ્થાપિત કર્યું છે. ISRO એ સવારે 6:30 વાગ્યે સિંગાપોરના 7 સૅટેલાઈટ્સ લોન્ચ કર્યા છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ શ્રીહરિકોટા ખાતેથી PSLV-C56નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. રોકેટની 58મી ફ્લાઇટ છે. આ લોન્ચિંગથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

PSLV-C56 મિશન ભારતીય અંતરિક્ષ એજન્સી દ્વારા સપ્તાહમાં બીજું મોટું મિશન છે. આજે સવારે શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું. ભારતે આ અગાઉ 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું હતું. આ લોન્ચિંગમાં DS-SAR મુખ્ય સેટેલાઈટ છે.

DS-SAR સેટેલાઈટ સિંગાપોર DSTA એન્ડ એસટી એન્જીનિયરિંગ તરફથી મોકલવામાં આવ્યું છે એટલે કે સિંગાપુરની ડિફેન્સ સાઈન્સ એન્ડ ટેક્નોલોજી એજન્સી. એક વખત આ સેટેલાઈટ સેટ થ ગયું અને કામ કરવા લાગ્યું તો તે સિંગાપોરની સરકારને નક્શા બનાવવામાં મદદ મળશે એટલે કે સેટેલાઈટ તસવીરો લેવામાં સરળતા રહેશે.

એસટી એન્જિનિયરિંગ આ સેટેલાઇટનો ઉપયોગ અનેક પ્રકારની તસવીરો લેવા માટે કરશે જેથી કરીને તેને જિયોસ્પેશિયલ સર્વિસિસ આપી શકાય. તેમજ કોમર્શિયલ ડીલિંગ પણ કરી શકાય છે. DS-SAR સિન્થેટિક એપરચર રડાર પેલોડ ધરાવે છે. જે ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવી છે. આ ઉપગ્રહ દિવસ કે રાત કોઈપણ હવામાનમાં તસવીરો લેવાનું શરૂ રાખશે.

આ સેટેલાઈટ 360 કિલોગ્રામ વજન ધરાવે છે જેને PSLV-C56 રોકેટથી અંતરિક્ષના નીયર ઈવ્કેટોરિયલ ઓર્બિટ (NEO) માં તરતો મુકાશે, આ લગભગ 535 કિલોમીટર ઉપર છે પણ 5 ડિગ્રી ઝુકાવ સાથે. આ સિવાય અન્ય 6 નાના સેટેલાઈટ્સ પણ છે. તે બધા માઈક્રો કે નેનોસેટેલાઈટ્સ છે.

VELOX-AM: આ 23 કિલોગ્રામ ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર માઇક્રોસેટેલાઇટ છે.

ARCADE: આ પણ એક પ્રાયોગિક ઉપગ્રહ પણ છે. જેનું પૂરું નામ છે – Atmospheric Coupling and Dynamic Explorer.

SCOOB-II: આ એક 3U નેનોસેટેલાઇટ છે જે ખાસ પ્રકારના ટેક્નોલોજી પ્રદર્શનનું પરીક્ષણ કરે છે.

NuLion: આ NuSpace દ્વારા બનાવેલા અત્યાધુનિક 3U નેનોસેટેલાઇટ છે. તેના દ્વારા શહેરો અને દૂરના વિસ્તારોમાં કોઈપણ અવરોધ વિના ઈન્ટરનેટ ઓફ થિંગ્સની સુવિધા પૂરી પાડવામાં આવશે.

Galassia-2: આ પણ એક 3U નેનોસેટેલાઇટ છે, જે પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં સ્થાપિત થશે.

ORB-12 STRIDER: આ ઈન્ટરનેશનલ કોલેબોરેશન હેઠળ બનેલો ઉપગ્રહ છે તેને સિંગાપુરની Aliena Pte Ltd કંપનીએ બનાવ્યું છે.