આનંદો@દેશ: સરકારી કર્મચારીઓ માટે જાણે દિવાળી, જલ્દી મળશે પ્રમોશન અને .....

 
2

અટલ સમાચાર, ડેસ્ક

સરકારી કર્મચારીઓ સાતમા પગારપંચની ખૂબ આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જેમાં હવે એક નવું અપડેટ આપ્યું છે. જે મુજબ ડિફેન્સ મિનિસ્ટ્રીના કર્મચારીઓની સાથે સાથે સૈનિકોને પણ મોટો ફાયદો થશે. સંરક્ષણ મંત્રાલયે પોતાના કર્મચારીઓ અને સૈનિકોના પ્રમોશન માટેની ઓછામાં ઓછી યોગ્યતાની શરતોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર સાતમા પગારપંચ આયોગ હેઠળ આવતા સંરક્ષણ કર્મચારીઓ અને સૈનિકો પર લાગૂ થશે. 22 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવેલ ઓફિસ મેમોરેન્ડમમાં મંત્રાલયે સેવા રક્ષા નાગરિક કર્મચારીઓના પ્રમોશન માટેની યોગ્યતા જાહેર કરી છે.

કર્મચારીઓને પ્રમોશન માટે મંત્રાલયે નોટિફિકેશનમાં કહ્યું કે અલગ અલગ સ્તર માટે અલગ અલગ કામનો અનુભવ હોવો જરુરી છે. લેવલ 1-2 માટે ત્રણ વર્ષનો અનુભવ હોવો જરુરી છે. લેવલ 1-3 માટે 3 વર્ષનો અનુભવ, લેવલ 2-4 માટે 3-8 વર્ષનો અનુભવ જરુરી છે. આ જ રીતે લેવલ 17 સુધીના કર્મચારીઓને 1-12 વર્ષનો અનુભવ હોવો જોઈએ જેના આધારે પ્રમોશન આપવામાં આવશે.

સંરક્ષણ મંત્રાલય તરફથી મળેલી જાણકારી મુજબ આ નવું અપડેટ તત્કાલ લાગુ કરી દેવામાં આવ્યું છે. જેનો અર્થ છે આ યોગ્યતા અનુસાર કર્મચારીઓને તત્કાલ પ્રભાવથી પ્રમોશન આપવામાં આવશે. જોકે મંત્રાલયે એ સ્પષ્ટ નથી કર્યું કે કર્મચારીઓને કેટલું પ્રમોશન આપવામાં આવશે. અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં મોંઘવારી ભથ્થાનો વધારો જુલાઈ મહિના આધારે સપ્ટેમ્બરમાં કરવામાં આવનાર છે. જોકે આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર ઘોષણા મળી નથી. અનુમાન છે કે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો મળી શકે છે. જો આ મુજબ વધારો કરવામાં આવે છે તો સરકારી કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થુ વધીને 45 ટકા જેટલું થઈ જશે.