J&K: કુલગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા, TRF કમાન્ડર સહિત 5 આતંકીઓને ઠાર કર્યા

કાશ્મીરના IGPના જણાવ્યા પ્રમાણે એક એન્કાઉન્ટર કુલગામના પોમ્બાઈ ગામમાં તો બીજી ઘટના ગોપાલપોરામાં થઈ છે. 
 
 
file photo
બુધવારે સેનાએ 2 અલગ-અલગ જગ્યાએ થયેલા એન્કાઉન્ટરમાં TRF કમાન્ડર સહિત 5 આતંકવાદીને ઠાર કરી દીધા છે. બન્ને એન્કાઉન્ટર કાશ્મીરના કુલગામ જિલ્લામાં થયા છે.

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે અને એન્કાઉન્ટરમાં સેનાના જવાનોએ ટીઆરએફ (TRF) ના કમાન્ડર સહિત 5 આતંકીઓને ઠાર કર્યા છે. આ સાથે જ હૈદરપોરામાં આતંકીઓના હાઈટેક મોડ્યૂલનો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ એન્કાઉન્ટર બાદ સેનાને 9 કમ્પ્યુટર સહિત અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન ઓલ આઉટ ચાલી રહ્યું છે. બુધવારે સેનાએ 2 અલગ-અલગ જગ્યાએ થયેલા એન્કાઉન્ટરમાં TRF કમાન્ડર સહિત 5 આતંકવાદીને ઠાર કરી દીધા છે. બન્ને એન્કાઉન્ટર કાશ્મીરના કુલગામ જિલ્લામાં થયા છે. સુરક્ષાદળોએ કાશ્મીર પોલીસ સાથે મળી આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો. કાશ્મીરના IGPના જણાવ્યા પ્રમાણે એક એન્કાઉન્ટર કુલગામના પોમ્બાઈ ગામમાં તો બીજી ઘટના ગોપાલપોરામાં થઈ છે. 
 
કુલગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓમાં આતંકી સંગઠન TRF નો ટોપ કમાન્ડર અફાક સિકંદર લોન પણ સામેલ છે. આ ઉપરાંત ટીઆરએફ સાથે સંકળાયેલા શરીર ઉર રહેમાન, હૈદર ઉલ અસલમ અને ઈબ્રાહિમને પણ સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. અથડામણમાં માર્યા ગયેલા એક આતંકીની ઓળખ થઈ નથી.  આ બધા વચ્ચે જમ્મુ અને કાશ્મીર પોલીસે પુલવામામાંથી લશ્કર એ તૈયબાના બે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની પણ ધરપકડ કરી છે. તેમની પાસેથી આઈઈડી પણ જપ્ત કરાયા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બંને લશ્કર એ તૈયબાની મદદ કરી રહ્યા હતા. રાજ્ય પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે તેમની ઓળખ આસિફ રશીદ વાર અને અલ્તાફ હુસૈન તરીકે થઈ છે તથા તેઓ પાડોશી કૂપવાડા જિલ્લાના નટુનૂસાના રહીશ છે.