કોંગ્રેસ@દેશ: નવી CWCમાં સોનિયા, રાહુલ, પ્રિયંકા સહિત જગદીશ ઠાકોર અને દીપક બાબરિયાને પણ મળ્યું સ્થાન

 
Congress

અટલ સમાચાર, ડેસ્ક

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની જાહેરાત કરી હતી. 39 સભ્યોની આ સમિતિમાં સોનિયા, રાહુલ, પ્રિયંકાનો સમાવેશ થાય છે. આ સાથે જ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ સમિતિમાં યથાવત્ રાખવામાં આવ્યા છે. ગુજરાતમાંથી જગદીશ ઠાકોર અને રાહુલ ગાંધીની નજીક મનાતા દીપક બાબરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Congress

ખાસ વાત એ છે કે ખડગેએ તેમની વિરુદ્ધ ચૂંટણી લડનારા શશિ થરૂરને પણ આ સમિતિમાં સ્થાન આપ્યું છે. ખડગેની રવિવારે જાહેર કરાયેલી સમિતિમાં કુલ 84 નામ છે. તેમાં CWC સભ્યો, કાયમી આમંત્રિતો, મહાસચિવો, વિશેષ આમંત્રિતો અને પ્રભારીઓનાં નામ સામેલ છે

Congress

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં નવા ચૂંટાયેલા પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ 23 સભ્યોની CWCનું વિસર્જન કર્યું હતું અને તેની જગ્યાએ 47 સભ્યોની સંચાલન સમિતિ બનાવી હતી. વર્કિંગ કમિટી એટલે કે CWC કોંગ્રેસ પાર્ટીમાં ટોચ એક્ઝિક્યુટિવ બોડી છે. તેની રચના ડિસેમ્બર 1920માં કોંગ્રેસના નાગપુર સત્ર દરમિયાન કરવામાં આવી હતી. જેની અધ્યક્ષતા સી વિજયરાઘવાચાર્યે કરી હતી. CWC પાસે પક્ષના બંધારણના નિયમોનું અર્થઘટન અને અમલ કરવાની અંતિમ સત્તા છે.

Congress