જળતાંડવ: વરસાદના કારણે તમિલનાડુમાં એક જ પરિવારનાં 4 બાળકો સહિત 9ના કરૂણ મોત

વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદને કારણે એક ઘર ધરાશાયી થઈ ગયું જે ઘટનામાં ચાર બાળકો સહિત 9 લોકોના મોત થયા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી એમકે સ્ટાલિન દ્વારા જે પણ લોકોના મોત થયા છે. તેમના પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાની વાત કરી છે.

 
file photo
તમીલનાડુના ઘણા બધા જિલ્લાઓમાં હાલ ભારે વરસાદને કારણે લોકો લોકો ભારે હાંલકીનો સામનો કરી રહ્યા છે. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું હતું તે તમિલનાડું અને આંધ્ર પ્રદેશને પાર કરી ગયું છે.

અટલ સમાચાર, ડેસ્ક


ભારે વરસાદને કારણે તમિલનાડુમાં પરિસ્થિતી વણસી રહી છે. વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદને કારણે એક ઘર ધરાશાયી થઈ ગયું જે ઘટનામાં ચાર બાળકો સહિત 9 લોકોના મોત થયા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી એમકે સ્ટાલિન દ્વારા જે પણ લોકોના મોત થયા છે. તેમના પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાની વાત કરી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

આપને જણાવી દઈએ કે તમીલનાડુના ઘણા બધા જિલ્લાઓમાં હાલ ભારે વરસાદને કારણે લોકો લોકો ભારે હાંલકીનો સામનો કરી રહ્યા છે. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું હતું તે તમિલનાડું અને આંધ્ર પ્રદેશને પાર કરી ગયું છે. જોકે ચેન્નઈ અને પોંડીચેરીમાં હજુ પણ તે પ્રેશર યથાવત છે. જેના કારણે અહીયાના લોકો હેરાન થઈ ગયા છે.  IMD દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર જે દબાણ સર્જાયું હતું તે હવે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હજું પણ ચેન્નઈ તેમજ પુડ્ડીચેરીમાં ભારે વરસાદની શક્યતા છે. પરંતુ બપોર પછી ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર હવે આંધ્રપ્રદેશને પણ પાર કરી કાઢશે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ત્યાના લોકો વધતી ઠંડીની સાથે ભારે વરસાદનો પણ સામનો કરી રહ્યા છે. ત્યારે વધુમાં ભારે વરસાદને કારણે તમિલનાડુંમાં હવે 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. સાથેજ હજુ પણ અહિયા વરસાદ પડવાની શક્યતા છે.