રાજનીતિ@બિહાર: જીતનરામ માંઝીને કોંગ્રેસે મુખ્યમંત્રીનું પદ ઓફર કર્યું, જાણો હવે શું થશે ?
અટલ સમાચાર, ડેસ્ક
બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે મહાગઠબંધન સાથે છેડો કરીને NDA સાથે જોડાઈ જવાનો નિર્ણય લીધા બાદ ફરી NDAની સરકાર બની ગઈ છે ત્યારે હજુ ફ્લોર ટેસ્ટ હજુ બાકી છે. આ સાથે હજુ સુધી મંત્રીમંડળનું વિસ્તરણ પણ થયું નથી. કેબિનેટ વિસ્તરણ પહેલા ‘HAM’ ના સંયોજક જીતનરામ માંઝી હાલમાં ચર્ચામાં છે.
જીતનરામ માંઝીએ તેમની પાર્ટી ‘HAM’ માટે બિહાર સરકારમાં બે મંત્રી પદ માંગ રહ્યા છે. આ દરમિયાન બિહારની રાજનીતિમાં ફરી નવાજૂની કરવા માટે કોંગ્રેસે નવો દાવ રમ્યો છે. તે અનુસાર જીતન રામ માંઝીને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસે જીતનરામ માંઝીને સીએમ પદ ઓફર કર્યું છે. જ્યારે બિહારમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે માંઝી એનડીએ સરકારમાં બે મંત્રી પદ માગી રહ્યા છે? તેના પર તમારું શું કહેવું છે? તેના પર અખિલેશ પ્રસાદ સિંહે જીતન રામ માંઝીને ખુલ્લી ઓફર આપી હતી. તેમણે કહ્યું કે તેઓ અમારી સાથે આવી જાય તો અમે તેમને સીએમ બનાવી દઈશું. આ નિવેદન બાદથી બિહારના રાજકારણમાં ફરી અટકળોનો દોર શરૂ થઈ ગયો છે.