રિપોર્ટ@દેશ: G 20 સમિટમાં ભાગ લેવા આજે 300 અમેરિકી કમાન્ડો સાથે દિલ્હી આવશે જો બાઈડેન
અટલ સમાચાર, ડેસ્ક
રાજધાની દિલ્હીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન આજે સાંજે પહોંચવાના છે. જો બાઈડેન પહેલા 7 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચવાના હતા, પણ વ્હાઈટ હાઉસના તાજેતરના અપડેટ અનુસાર હવે બાઈડેન આજે એટલે કે 8 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચશે. વ્હાઈટ હાઉસના જણાવ્યા અનુસાર જો બાઈડેન સાંજે લગભગ 7 વાગ્યે રાજધાની દિલ્હી આવશે. દિલ્હી આવતાની સાથે જ તેઓ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે.
જો બાઈડનનો આ પ્રવાસ ચારના બદલે હવે ત્રણ દિવસનો રહેશે. તેઓ એરફોર્સ વનથી દિલ્હી પહોંચશે. પીએમ મોદી સાથે ચર્ચા બાદ 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનારી જી 20ની બેઠકમાં ભાગ લેશે. અમેરિકાએ આશા વ્યક્ત કરી છે કે, આ બેઠકમાં ભારત અને અમેરિકા દુનિયાની તમામ સમસ્યાઓ પર મહત્વની વાત કરશે.
ભારતમાં અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડનના સ્વાગતમાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે. એરપોર્ટથી લઈને હોટલ સુધી તેમનું સ્વાગત અતિથિ દેવો ભવ અંતર્ગત વ્યવસ્થા કરવામાં આવી છે. બાઈડેન દિલ્હીની આઈટીસી મોર્ય શેરેટન હોટલમાં રોકાશે. આ અગાઉ આ હોટલ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર, બિલ ક્લિંટન, જોર્જ ડબ્લ્યૂ બુશ, બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પની મેજબાની કરી ચુક્યું છે.
દિલ્હીની આઈટીસી મોર્ય શેરેટન હોટલના દરેક માળ પર અમેરિકી રાષ્ટ્રપતિના સીક્રેટ સર્વિસ કમાંડો તૈનાત કરવામાં આવશે. બાઈડેન હોટલના 14માં માળ પર બે બેડરુવાળા ગ્રાન્ડ પ્રેસિડેંશિયલ સુઈટ ચાણક્યમાં રોકાશે. બાઈડેનની હોટલના 14માં માળ પર લઈ જવા માટે એક સ્પેશિયલ લિફ્ટ લગાવામાં આવી છે. દિલ્હીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સીક્રેટ સર્વિસેઝના ત્રણસો અમેરિકી કમાન્ડના ઘેરામાં રહેશે. સૌથી મોટો કાફલો પણ બાઈડેનનો હશે, જેમાં 55થી 60 ગાડીઓ સામેલ હશે.