મર્ડર@દેશ: ફેસબુક લાઇવ દરમિયાન ઉદ્ધવ જુથના નેતા અભિષેક ઘોસાલકરની હત્યા, જાણો વધુ

બાદમાં તેણે પોતાને પણ ગોળી મારી હતી.
 
મર્ડર@દેશ: ફેસબુક લાઇવ દરમિયાન ઉદ્ધવ જુથના નેતા અભિષેક ઘોસાલકરની હત્યા, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઉદ્ધવ સેનાના પૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસાલકરના પુત્ર શિવસેના (યુબીટી)ના નેતા અભિષેક ઘોસાલકર પર ગુરુવારે મુંબઈના દહિસરમાં એક ફેસબુક લાઈવ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અભિષેકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું છે. અભિષેકના પરિચિત એક વ્યક્તિએ વિવાદને લઈને તેના પર ત્રણ ગોળીઓ ચલાવી હતી.

અભિષેક પર ગોળી ચલાવનાર વ્યક્તિની ઓળખ મોરિસ નોરોન્હો તરીકે થઈ છે, જે ભૂતકાળના ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. પીડિત અને આરોપીઓ ફેસબુક પર લાઇવ હતા ત્યારે આ ઘટના બની હતી. સેશન પૂરું થયું ત્યારે મોરીસે અભિષેક પર ગોળીબાર કર્યો હતો. બાદમાં મોરિસે પોતાને ગોળી મારી દીધી હતી. જેમાં તેનું પણ મોત થયું છે. આ મામલે પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

શિવસેના (યુબીટી)ના એમએલસી વિલાસ પોટનીસે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અભિષેક અને મોરિસ વચ્ચે ભૂતકાળમાં વિવાદ થયો હતો, પરંતુ તાજેતરમાં જ તેમનો વિવાદ ઉકેલાયો હતો. મોરિસે અભિષેકને તેની ઓફિસમાં સાડી વિતરણના કાર્યક્રમમાં બોલાવ્યો હતો અને ઇવેન્ટ દરમિયાન તે તેને તેની કેબિનની અંદર લઈ ગયો હતો અને તેને ગોળી મારી દીધી હતી. તેણે પોતાની રિવોલ્વરનો ઉપયોગ કરીને ત્રણ વાર ફાયરિંગ કર્યું હતું. બાદમાં તેણે પોતાને પણ ગોળી મારી હતી.

શિવસેનાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં ગુંડાઓની સરકાર છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નથી. પહેલા કલ્યાણમાં ફાયરિંગ થયું હતું અને હવે મુંબઈમાં થઈ રહ્યું છે.”

સેનાના પ્રવક્તા આનંદ દુબેએ જણાવ્યું હતું કે હવે મહારાષ્ટ્રમાં કોઈ પણ નાગરિક સુરક્ષિત નથી. રાજ્યમાં જંગલરાજનો માહોલ છે. શહેરમાં ધોળે દહાડે ફાયરિંગ થઇ રહ્યું છે, આપણા પૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરને ગોળી મારનારા ગુંડાઓ કોણ છે તેની તાત્કાલિક તપાસ થવી જોઇએ. આ સરકાર નિષ્ફળ ગઈ છે.