જાણો@દેશ: વિશ્વનું સૌથી મોટુ હિન્દુ મંદિર કયા આવેલું છે?કોણે બંધાવ્યું છે? વિગતે માહિતી મેળવો

બૌદ્ધ ધર્મના લોકોએ તેના પર કબ્જો કરી લીધો હતો. 
 
જાણો@દેશ: વિશ્વનું સૌથી મોટુ હિન્દુ મંદિર કયા આવેલું છે?કોણે બંધાવ્યું છે? વિગતે માહિતી મેળવો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જુદા-જુદા દેશોમાં પૌરાણિક મંદિરો આવેલા છે.આ મંદિરો ખુબજ સુંદર છે.કંબોડિયાના અંગકોરમાં આવેલ અંગકોરવોટ મંદિર. આ મંદિરને 12મી શતાબ્દીમાં રાજા સૂર્યવર્મન દ્વિતીયએ બનાવ્યું હતું. યૂનેસ્કોએ આ મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ છે.આ મંદિરના મધ્ય ભાગના શિખરની ઊંચાઈ લગભગ 150 ફુટ છે. તેની આસપાસ અન્ય 50 શિખર છે. અન્ય શિખરોની ઊંચાઈ થોડી ઓછી છે.

જાણો@દેશ: વિશ્વનું સૌથી મોટુ હિન્દુ મંદિર કયા આવેલું છે?કોણે બંધાવ્યું છે? વિગતે માહિતી મેળવો

આ શિખરોની ચારેતરફ સમાધિમાં લીન શિવની મૂર્તિઓ સ્થાપિત છે. મંદિરની વિશાળતા અને નિર્માણ કલા આશ્ચર્યજનક છે. તેની દીવાલોને પશુ, પક્ષી, પુષ્પ તથા નૃત્યાંગનાઓ જેવી વિવિધ આકૃતિઓથી અલંકૃત કરી છે.આ મંદિર વાસ્તુકલાની દ્રષ્ટિથી વિશ્વની એક આશ્ચર્યજનક વસ્તુ છે. પર્યટક અહીં ફક્ત વાસ્તુશાસ્ત્રનું અનુપમ સૌંદર્ય જોવા જ નથી આવતા, પણ સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા પણ આવે છે. સનાતની લોકો તેને પવિત્ર તીર્થસ્થાન માને છે.

જાણો@દેશ: વિશ્વનું સૌથી મોટુ હિન્દુ મંદિર કયા આવેલું છે?કોણે બંધાવ્યું છે? વિગતે માહિતી મેળવો 

12મી શતાબ્દીમાં રાજા સૂર્યવર્મન દ્વિતિયના અંગકોરવાટમાં ભગવાન વિષ્ણુનો એક વિશાળ મંદિર બનાવ્યું. ત્યારે આવા સમયે કહેવાય છે કે, આ મંદિરનું નિર્માણ સૂર્યવર્મન દ્વિતિયએ શરુ કર્યું હતું, પણ તેના નિર્માણને પુરુ કર્યું હતું. તેના ઉત્તરાધિકારી ભત્રીજા ધારણીન્દ્રવર્મને. આ મંદિરની રક્ષા એક ચતુર્દિક ખીણ કરતી હતી. જેની પહોળાઈ 700 ફુટ છે. દૂરથી આ ખીણ ઝરણા જેવી દેખાય છે.મંદિરના પશ્ચિમની તરફ આ ખીણને પાર કરવા માટે એક પુલ બનાવ્યો છે. પુલની પાર મંદિરમાં પ્રવેશ માટે એક વિશાળ દ્વાર નિર્મિત છે, જે લગભગ 1000 ફુટ પહોળી છે. તો વળી મંદિરની દીવાલો પર રામાયણ કાળની મૂર્તિયો અંકિત છે.

જાણો@દેશ: વિશ્વનું સૌથી મોટુ હિન્દુ મંદિર કયા આવેલું છે?કોણે બંધાવ્યું છે? વિગતે માહિતી મેળવો 

એવું માનવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ હિન્દુ દેવતા ભગવાન વિષ્ણુ માટે કરવામાં આવ્યું હતું પણ ત્યાર બાદ બૌદ્ધ ધર્મના લોકોએ તેના પર કબ્જો કરી લીધો હતો. તો વળી નેશનલ જિયોગ્રાફિકે પણ અંગકોરવાટ મંદિરને કંબોડિયાનું સૌથી મહત્વપૂર્ણ મંદિર માનવામાં આવે છે.