જાણો@દેશ: પોલીસ અધિકારીના યુનિફોર્મમાં લાગેલા સ્ટાર શું દર્શાવે છે?વધુ વિગતે માહિતી મેળવો

ત્રણ સ્ટાર ધરાવતા અધિકાર. 
 
જાણો@દેશ: પોલીસ અધિકારીના યુનિફોર્મમાં લાગેલા સ્ટાર શું દર્શાવે છે?વધુ વિગતે માહિતી મેળવો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પોલીસને જોઈએ ત્યારે એમ જરુર થતુ હશે કે, ખભા પર વર્દીમાં સ્ટાર લાગેલા હોય તેનુ શુ મહત્વ હશે. આ સવાલ જરુર થતો હોય છે અને એમ પણ થતુ હોય છે કે, PSI થી માંડીને DySP સુધીના અધિકારીઓની વર્દીમાં ચમકતા સ્ટારનુ શુ હોય છે મહત્વ. IPS કક્ષાના અધિકારીઓને પણ યુનિફોર્મ પર સ્ટાર લગાડવામાં આવે છે, જોકે અહીં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા ASI, PSI, PI અને DySP કક્ષાના અધિકારીઓની ઓળખ અલગ કરતા બેઝને લઈ માહિતી દર્શાવીશુ.

સૌથી પહેલા એક સ્ટાર ધરાવતા ASI અંગેની વાત કરીશુ. ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ બાદ ASIનુ પદ હોય છે. ASI એટલે કે આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે ઓળખવામાં આવતા હોય છે. તેમના યુનિફોર્મમાં બેઝ પર એક લાલ અને વાદળી રંગની રિબિન હોય છે અને સાથે એક સ્ટાર તેમના ખભે ચમકતો હોય છે.

બે સ્ટાર ધરાવતા પોલીસ અધિકારી. યુનિફોર્મમાં બેઝ પર લાલ અને વાદળી રંગની રિબિન સાથે જેમના ખભે બે સ્ટાર લાગેલા હોય છે, તેઓ PSI હોય છે. PSI એટલે કે પોલીસ સબ ઈન્સ્પેક્ટર. PSI કક્ષાના અધિકારી પોલીસ તપાસ સહિતના કામોમાં લોકો સાથે વધુ મળતા રહેતા હોય છે. તેમની પાસે ફિલ્ડમાં કામનુ ભારણ પ્રમાણમાં વધારે રહેતુ હોય છે.

ત્રણ સ્ટાર ધરાવતા અધિકાર. પોલીસ ઈન્સ્પેક્ટર એટલે કે PI રેન્કના અધિકારીને યુનિફોર્મમાં બેઝ પર ત્રણ સ્ટાર લાગેલા હોય છે. આ સાથે જ લાલ અને વાદળી રંગની રિબિન પણ બેઝમાં લાગેલી હોય છે. આ અધિકારીઓ પોલીસ સ્ટેશન સંભાળતા હોય છે, તેમજ જિલ્લામાં અલગ અલગ બ્રાન્ચમાં મુખ્ય અધિકારી તરીકે પદ સંભાળતા હોય છે.

લાલ અને વાદળી રિબિન વિના જ ત્રણ સ્ટાર ધરાવતા બેઝ સાથેનો યુનિફોર્મ પહેરતા અધિકારી DySP કક્ષાના હોય છે. તેઓ શહેરી વિસ્તારમાં એસીપી તરીકે ઓળખવામાં આવે છે. DySP એટલે કે ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ અને એસીપી એટલે આસીટન્ટ ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ.