કૃષિ@દેશ: ખેડૂતે ગલકાની ખેતી કરી,થોડા મહિનામાં લાખોની કમાણી થઇ

 છેલ્લા 3 મહિનામાં જ 3 લાખથી વધારેનો નફો થઈ ચુક્યો છે.
 
કૃષિ@દેશ: ખેડૂતે ગલકાની ખેતી કરી, થોડા મહિનામાં લાખોની કમાણી થઇ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

 શાકભાજીની ખેતીમાંથી સારો એવો નફો ખેડૂતો કમાઈ રહ્યા છે. ખેરી ગામના ખેડૂત લોહા સિંહ પણ એક વીઘામાં ગલકાની ખેતી કરી રહ્યા છે. ખૂબ જ ઓછા સમયમાં દર બીજા દિવસે બે ક્વિન્ટલ ગલકા નીકળી રહ્યા છે અને બજારમાંથી સારો એવો ભાવ પણ મળી રહ્યો છે.ખેડૂત લોહા સિંહે જણાવ્યું કે, શરુઆતના 15 વર્ષમાં દેશના વિવિધ શહેરોમાં અલગ અલગ કંપનીઓમાં કામ કર્યું, પણ કંઈક થયું નહીં.

ગામમાં આવીને શાકભાજીની ખેતી શરુ કરી, છેલ્લા બે વર્ષથી તેઓ હવે શાકભાજીની ખેતી કરી રહ્યા છે. હાલમાં એક વીઘામાં ગલકાની ખેતી કરી છે.સેલરી ઓછી અને કામ વધારે કરવું પડતું હતું. ઘણુ વિચાર્યા બાદ ગામડે પાછા આવવાનું નક્કી કર્યું.તેમણે જણાવ્યું છે કે, આ વિસ્તારમાં રોહિણી નક્ષત્રમાં શાકભાજીની વાવણી કરવાનું ચલણ છે. એટલા માટે આ નક્ષત્રમાં ગલકા લગાવ્યા છે. તેની ખાસિયત એ છે કે, માત્ર અઢી ત્રણ મહિનામાં શાકભાજી તૈયાર થઈ જાય છે. લોહા સિંહે જણાવ્યું કે, એક વીઘામાં 50 હજારનો ખર્ચો આવ્યો, જ્યારે તેની ઉપજ શાનદાર આવી છે.

લોહા સિંહે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી ગલકાની ખેતી કરી રહ્યા છીએ, હાલમાં દર બીજા દિવસે દોઢથી બે ક્વિન્ટલ નીકળે છે. છેલ્લા 3 મહિનામાં જ 3 લાખથી વધારેનો નફો થઈ ચુક્યો છે.જો કે, હાલમાં પણ ગલકા આવી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે, ગલકામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને મિનરલ્સ જોવા મળે છે. એટલા માટે બજારમાં તેની ડિમાન્ડ પણ ખૂબ વધારે રહે છે.સારી વાત એ છે કે, તેમણે કહ્યું કે શાકભાજીની ખેતીથી દર વર્ષે 5 લાખથી વધારેની કમાણી થઈ જાય છે.