કાયદો@દેશ: સજાતીય લગ્નોને કાનૂની મંજૂરી આપવા સુપ્રીમ કોર્ટમાં રજૂઆત

સજાતીય લગ્નનો મુદ્દો સંસદ પર છોડવા કેન્દ્રની સુપ્રીમમાં રજૂઆત

 
વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે લીધેલ મહત્વના ચૂકાદાઓ પર એક નજર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

આ ગહન સામાજિક અસર સાથેનો જટિલ મામલો : સોલિસીટર જનરલ

લગ્નના અધિકારનો અર્થ એ નથી કે સંસદ પર કાયદો બદલવા દબાણ લાવવામાં આવે : SG

સજાતીય લગ્નોને કાનૂની મંજૂરી આપવા સુપ્રીમ કોર્ટમાં રજૂઆત

દેશમાં સજાતીય લગ્નોને કાનૂની મંજૂરી આપવાની દાદ માગતી અરજીમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નો મામલે વિચારણા સહિત આ મુદ્દો સંસદ પર છોડવા કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી.

આ મામલે સુનાવણીના પાંચમા દિવસે કેન્દ્ર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સીજેઆઇ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની પાંચ જજની બંધારણ બેન્ચને જણાવ્યું કે આ મામલો ગહન સામાજિક અસર સાથેનો જટિલ વિષય છે.

મૂળ પ્રશ્ન એ છે કે લગ્ન શું છે અને તે કોની વચ્ચે થાય છે એ કોણ નક્કી કરે છે? સમાજમાં અને વિધાનસભાઓમાં ચર્ચાની આવશ્યકતા ધરાવતા અન્ય કેટલાક કાયદા પર અને દેશના સામાજિક તાણાવાણા પર અસર થશે. સ્પેશિયલ મેરેજ એક્ટ તથા અન્ય મેરેજ એક્ટ્સ ઉપરાંત એવા 160 કાયદા છે કે જેમના પર આની અસર પડશે. સોલિસીટર જનરલે એમ પણ કહ્યું હતું કે લગ્ન કરવાના અધિકારનો અર્થ એ નથી કે સંસદ પર કાયદો બદલવા દબાણ લાવવામાં આવે.

તેમણે સજાતીય લગ્નોને કાનૂની માન્યતા આપવા અંગે કોર્ટ નિર્ણય ન લઇ શકે તેમ જણાવી ચાર કારણ આપ્યા કે કોર્ટ કોઇ પણ કાયદાની પ્રકૃતિમાં ફેરફાર ન કરી શકે. સંસદના દાયરામાં આવતું કોઇ કામ ન કરી શકે. કોર્ટ તેની રીતે લગ્નની વ્યાખ્યા ન ઘડી શકે. એવો કોઇ ચુકાદો ન આપી શકે કે જેની અનિચ્છનીય રીતે અન્ય કપલ્સની લાઇફ પર અસર પડે તેમ હોય. જોકે તેમણે સજાતીય લગ્નો અંગેના ચુકાદાની નોર્મલ કપલ્સ પર કેવી રીતે અસર પડશે તે અંગે કંઇ જણાવ્યું નહોતું. મહેતાએ ઉમેર્યું કે લગ્ન કાનૂની સ્થિતિ સાથે પ્રદાન કરાયેલી એક સામાજિક સંસ્થા છે. ભારતમાં લગ્ન પવિત્ર મિલન અને સંસ્કાર છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ આવા યુગલના વડલીઓ સુપ્રીમમાં લગ્નને મંજૂરી માટે રજૂઆત