ચૂંટણી@દેશ: 2024ની લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, કેટલા કર્મચારીઓ ફરજ બજાવશે ?

ક્યાં સુધી આચારસંહિતા અમલમાં રહે છે?
 
ચૂંટણી@દેશ: 2024ની લોકસભા ચૂંટણી  7 તબક્કામાં થશે ઈલેક્શન, કેટલા કર્મચારીઓ ફરજ બજાવશે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ચૂંટણીના થોડાજ દિવસો બાકી રહ્યા છે.  ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણીને તારીખો અને તમામ નિયમો જાહેર કર્યા. ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થતાની સાથે જ દેશમાં આચારસંહિતા હવે અમલમાં આવી ગઈ છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. તો જોઈએ ક્યારે ઉમેદવારીપત્ર ભરાશે, ક્યારે મતદાન થશે અને ક્યારે પરિણામ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી. તેમણે જણાવ્યું કે, આ લોકશાહીનો મોટો તહેવાર છે. તેમણે ચૂંટણીને લઈને તૈયારી કરવામાં કેવી મહેનત કરવી પડે છે તે અંગે પણ માહિતી આપી. વધુમાં તેમણે કહ્યું કે, આ વખતની ચૂંટણીમાં 21 કરોડથી વધુ મતદાતા યંગ છે, તો 82 લાખ મતદાતા 85 વર્ષથી ઉપરની ઉંમરના છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીની સાથે ચૂંટણી પંચે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરી છે. જેમાં આંધ્ર પ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં વિધાનસભાઓનો કાર્યકાળ જૂનમાં અલગ-અલગ તારીખે પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાજ્યોમાં ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે.

આ સિવાય કેટલાક રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં બિહાર, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, હિમાચલ પ્રદેશે, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચની આ જાહેરાત સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઇ જશે. આવી સ્થિતિમાં ચાલો તમને જણાવીએ કે, ચૂંટણીની આચારસંહિતા શું છે? તેનો અમલ કોણ કરે છે? આ સમય દરમિયાન કયા કામ બંધ રહે છે અને કયા કામો ચાલુ રહે છે.

દેશમાં ચૂંટણીને લઈ ચૂંટણી પંચે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા કેટલાક નિયમો બનાવ્યા છે. પંચના આ નિયમોને આચાર સંહિતા કહેવામાં આવે છે. લોકસભા /વિધાનસભા ચૂંટણી દરમિયાન સરકાર, નેતાઓ અને રાજકીય પક્ષોએ આ નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે.

ચૂંટણી પંચ ભારતના બંધારણની કલમ 324 હેઠળ સંસદ અને વિધાનમંડળ માટે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજવા માટે તેમની બંધારણીય ફરજો અંતર્ગત કેન્દ્ર અને રાજ્યોમાં સત્તારુઢ દળો અને ચૂંટણી લડતા ઉમેદવારોથી તેનું પાલન સુનિશ્ચિત કરે છે. ચૂંટણી હેતુ માટે સત્તાવાર મશીનરીનો દુરૂપયોગ ન થાય તેની પણ ખાતરી કરવામાં આવે છે. આચારસંહિતા લાગુ થતાં જ સરકારી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૂંટણી પંચના કર્મચારી બની જાય છે. આદર્શ આચારસંહિતા એ તમામ રાજકીય પક્ષોની સંમતિથી અમલમાં મૂકાયેલી વ્યવસ્થા છે.

ચૂંટણી પંચનાનિયમ અનુસાર, ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચાર સંહિતા લાગૂ થઇ જાય છે. આ વખતે આચાર સંહિતા આજે 16 માર્ચ 2024 થી લાગુ થઈ છે. કારણ કે ચૂંટણી પંચ આજે શનિવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો, ચૂંટણીના પરિણામો આવે ત્યાં સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહે છે. ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં જ આચારસંહિતાનો અંત આવી જાય છે.

ચૂંટણી પંચના નિયમ અનુસાર, કોઇ સામાન્ય માણસ આ નિયમોનો ભંગ કરશે તો તેની સામે પણ આચાર સંહિતા હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આનો અર્થ એ થયો કે જો તમે તમારા કોઈ નેતા માટે પ્રચાર કરી રહ્યા હોવ તો પણ તમારે આ નિયમો લાગુ પડે છે. કોઈ રાજકારણી તમને આ નિયમોથી આગળ વધવાનું કહે છે તો, તમે તેને આચારસંહિતા વિશે કહી શકો છો અને તેમ કરવાની ના પાડી શકો છો. કારણ કે આમ કરતા જણાય તો તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે છે. ઉલ્લંઘન માટે તમારી અટકાયત પણ થઈ શકે છે.

આચારસંહિતા લાગુ થયા બાદ સરકાર કોઇ સરકારી અધિકારી, કર્મચારીની બદલી-પોસ્ટિંગ કરી શકતી નથી. ભલે બદલી કરવી ખૂબ જ જરૂરી બની ગઇ હોય પરંતુ સરકાર ચૂંટણી પંચની સંમતિ વગર આ નિર્ણય લઇ શકે નહીં. આ સમય દરમિયાન રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર જરૂરિયાત મુજબ અધિકારીઓની બદલી કરી શકે છે. આ સિવાય આચારસંહિતા દરમિયાન પાર્ટીનું સરઘસ કે રેલી કાઢવા માટે ઉમેદવારે ચૂંટણી આચારસંહિતાના ભંગ ના થાય તે માટે તેની પરવાનગી લેવી પડે છે. ઉમેદવારે આ માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં પણ આપવી પડે છે. જાહેર સભા અને સ્થળની માહિતી પોલીસ અધિકારીઓને આપવાની રહેશે.

ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા બાદ ઘણા નિયમો પણ લાગુ પડે છે. જો કોઈ ઉલ્લંઘન કરે તો, કડક નિયમો છે. કોઈ પણ રાજકારણી કે રાજકીય પક્ષ આ નિયમોનું ઉલ્લંઘન ન કરી શકે. ચૂંટણી દરમિયાન ગુનાખોરી, ગેરરીતિઓ અને ભ્રષ્ટ વ્યવહાર, લાંચ-રુશ્વત અને મતદારોને પ્રલોભન, મતદારોને ધાકધમકી અને ધાકધમકી જેવી પ્રવૃત્તિઓ અટકાવવામાં આવે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. ઉલ્લંઘનના કિસ્સામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કે રાજકીય પક્ષ નિયમોનું પાલન ન કરે તો ચૂંટણી પંચ તેની સામે પગલાં લઈ શકે છે. ઉમેદવારને ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે. તેમજ તેની સામે એફઆઈઆર પણ દાખલ કરી શકાય છે. જો દોષિત ઠરે તો ઉમેદવારને જેલમાં પણ જવું પડી શકે છે.