મનોરંજન@દેશ: ગદર 2 ફિલ્મએ રિલીઝના બીજા શનિવાના દિવસે ભારતમાં 32 કરોડની કમાણી કરી

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ 'ગદર 2'એ બોક્સ ઓફિસ પર કબજો જમાવ્યો છે
 
Gadar 2 2

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

‘ગદર 2’ 11 ઓગસ્ટના રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર ઉંચી ઉડાન ભરી રહી છે.ફિલ્મ સતત ધમાકેદાર કમાણી કરી રહી છે.સની દેઓલની ફિલ્મ ‘ગદર- 2 એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે.આ ફિલ્મની રિલીઝનો આજે 10મો દિવસ છે, પરંતુ ચાહકોમાં ઉત્સાહ યથાવત છે. તારા સિંહનું પાકિસ્તાન જવું અને તેમના પુત્રને પરત લાવવાને લોકો પસંદ કરી રહ્યા છે. ફિલ્મ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. ‘ગદર 2’ની આગ બોક્સ ઓફિસ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. ફિલ્મના બિઝનેસમાં તેજી આવી છે.ફિલ્મે બીજા વિકએન્ડ એટલે કે, શનિવાર 19 ઓગસ્ટના રોજ કમાણી શાનદાર રહી છે,સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મે રિલીઝના પહેલા અઠવાડિયામાં 284.63 કરોડની કમાણી કરી હતી.બીજા અઠવાડિયાની શરૂઆત ફિલ્મ માટે ઘણી સારી સાબિત થઈ છે.

જ્યાં બીજા શુક્રવારે ફિલ્મે 19.50 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ શનિવારે ફિલ્મની કમાણી લગભગ બમણી થઈ ગઈ છે.ગદર 2’ એ ફિલ્મની રિલીઝના બીજા શનિવારે અને 9માં દિવસે ભારતમાં 32 કરોડનો જબરદસ્ત બિઝનેસ કર્યો છે. જેની સાથે હવે ફિલ્મનું કુલ કલેક્શન 336.13 કરોડ થઈ ગયું છે. બીજી તરફ જો રવિવારે ફિલ્મના બિઝનેસની ગતિ એવી જ રહી તો આ ફિલ્મ આજે 350 કરોડનો આંકડો સરળતાથી પાર કરી જશે. જોકે, સની દેઓલના ચાહકો ‘ગદર 2’ને ભારતની સૌથી મોટી ફિલ્મ બનાવવા માંગે છે.ગદર 2ની કમાણીને લઈ મેકર્સને થોડો દર હતો પરંતુ રિલીઝથી લઈ અત્યાર સુધી ગદર 2 કમાણી મામલે તમામ ફિલ્મોને ટક્કર આપી છે.