બ્રેકિંગ@દેશ: યૂનાઈટેડ વર્લ્ડ રેસલિંગે ભારતીય કુશ્તીસંઘની સદસ્યતા કરી રદ્દ

 
WFI

અટલ સમાચાર, ડેસ્ક

યૂનાઈટેડ વર્લ્ડ રેસલિંગે ભારતીય કુશ્તી સંઘની સદસ્યતા રદ કરી દીધી છે. આવું 45 દિવસમાં ચૂંટણી નહીં કરાવાના કારણે થયું છે. ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણી 12 ઓગસ્ટે પ્રસ્તાવિત હતી, પણ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે મતદાનના એક દિવસ પહેલા જ ચૂંટણી પર રોક લગાવી દીધી હતી. આ ચુકાદાના કારણે પહેલવાનોને આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય ધ્વજ હેઠળ પ્રતિસ્પર્ધા કરવાની મંજૂરી મળશે નહીં.

ભારતીય પહેલવાનોની 16 સપ્ટેમ્બરે શરુ થનારી ઓલંપિક ક્વાલીફાઈંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં ન્યૂટ્રલ એથલીટ્સ તરીકે પ્રતિસ્પર્ધા કરવાની રહેશે કેમ કે ભૂપેન્દ્ર સિંહ બાજવાના નેતૃત્વવાળી એડહોક કમિટી વર્લ્ડ રેસલિંગ ફેડરેશનના 45 દિવસની અંદર ચૂંટણી કરાવાની ડેડલાઈનને પુરી કરી શક્યું નથી. આપને જણાવી દઈએ કે, ભારતીય ઓલંપિક સંઘે ગત 27 એપ્રિલે એડહોક કમિટી બનાવી હતી અને આ કમિટીને 45 દિવસની અંદર ભારતીય કુશ્તી સંઘની ચૂંટણી કરાવાની હતી પણ કમિટી એવું કરી શકી નહીં.

યૂનાઈટેડ વર્લ્ડ રેસલિંગે ગત 28 એપ્રિલે આ ચેતવણી આપી હતી કે જો ચૂંટણી કરાવવાની સમય સીમાનું સન્માન ન કર્યુ તો તે ભારતીય કુશ્તી સંઘને સસ્પેન્ડ કરી શકે છે. આઈઓએના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, UWWએ બુધવારે રાત એડહોક કમિટીને સૂચના આપી કે, WFIના તેમની કાર્યકારી સમિતિની ચૂંટણી નહીં કરાવવાના કારણે સસ્પેન્ડ કરી દીધું છે.